ઉત્તરાયણ સ્પેશિયલ રસોઈ

ઉતરાયણ સ્પેશિયલ ક્રિસ્પી મમરાની ચીકી બનાવવાની રેસિપી નોંધી લો અને ઉતરાયણ પર ચોક્કસથી બનાવજો

આપણે ત્યાં ઉતરાયણ પર પતંગ ચગાવવાની સાથે જ જાત-જાતની ને ભાત-ભાતની ચીક્કી ખાવાની પણ પ્રથા છે. અટલએ જ ઉતરાયણના આગલા દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરમાં જુદી-જુદી ચિક્કીઓ બનવા લાગે છે. તલની ચીકી, સિંગની ચીકી, ગોળપાપડી અને ઘણા લોકોને ત્યાં દાળિયાની ચીકી પણ બને છે. અને ખાસ કરીને મમરાના લાડુ કે મમરાની ચીકી પણ બને છે બાળકોને ખૂબ જ ભાવે છે. તો આજે જોઈએ આ જ મમરાની ચીકી બનાવવાની રેસિપી –

મમરાની ચીકી બનાવવા માટે જોઈએ –

સામગ્રી – 

  • મમરા 3 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 1 ચમચી

રીત – 

સૌપ્રથમ એક પેનમાં મમરાને શેકી લો મમરા શેકાય જાય એટલે એ જ પેનમાં ઘી એડ કરો અને એમાં ગોળ એડ કરી શેકી લો અને ગોળનો પાયો બની જાય ત્યાં સુધી શેકી લો પછી એમાં મમરા નાખી દો અને બરોબર મિક્સ કરી લો મિક્સ થઈ જાય એટલે એક પ્લેટમાં ગ્રીસ કરી પાથરી લો અથવા તો કિચન પ્લેટફોર્મ પર પણ કરી શકો અને પાથરી લો અને હાથ વડે સેટ કરી લો થોડું ઠંડુ પડે એટલે પીસ પાડી લો તૈયાર છે ક્રિસ્પી મમરાની ચીકી જરૂરથી બનાવજો.

મમરાની ચીકી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.