રસોઈ

રક્ષાબંધન પર બજારમાંથી નહિ લાવો પણ ઘરે જ બનાવો મલાઈ પેંડા, નોંધી લો રેસિપી

દૂધમાંથી પેંડા ખૂબ જ સરળતાથી બની જવાવાળી સ્વાદથી ભરપૂર વાનગી છે. જયારે પણ કઈંક અલગ ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તમે સરળતાથી ઘરે જ પેંડા બનાવી શકો છો. અને રક્ષાબંધનનો તહેવાર પણ નજીક જ છે. ત્યારે આજે જ નોંધી લો રેસિપી અને આ રક્ષાબંધન પર બજારમાંથી નહિ લાવો પણ ઘરે જ બનાવો મલાઈ પેંડા અને ભાઈને ખવડાવો, રાહ કોની જુઓ છો, નોંધી લો રેસિપી –

સામગ્રી

  • દૂધ 1 લીટર
  • ખાંડ 1/4 કપ
  • કેસર 1 ચમચી
  • કોન્ફ્લોર 2 ચમચી
  • એલચી પાવડર ચપટી
  • કાજુ બદામ પિસ્તા 1 કપ

રીત

સૌપ્રથમ એક વાડકીમાં કેસર લઇ લો એમાં દૂધ એડ કરી બાજુ પર મૂકી દો પછી દૂધને ગરમ કરવા મૂકી દો જ્યાં સુધી અડધું દૂધ ના થઈ ત્યાં સુધી ગરમ કરો અને હલાવતા રહો દૂધ બરોબર ગરમ થાય એટલે એમાં કેસર એડ કરી દો અને મિક્સ કરી લો પછી ખાંડ એડ કરી હલાવતા રહો પછી એમાં કોન્ફ્લોરની સ્લરી એડ કરી મિક્સ કરી લો એનાથી દૂધ જાડું થઈ જશે દૂધ બધું બળી જાય એટલે એ મિક્સરને એક નાના બૉઉલમાં કાઢી લો અને એમાં એલચી પાવડર એડ કરી મિક્સ કરી લો અને એને ઠંડુ થવા દો પછી પેંડાને વાળી લો જે શેપ બનાવવો હોય એમ પેંડા બનવી લોઅને એના ઉપર પિસ્તા બદામની કતરણથી ગાર્નીસ કરી સર્વ કરો આ રક્ષાબંધન જરૂરથી બનાવજો તમારા ફેમિલીને ખુબ જ પસંદ આવશે.

દૂધમાંથી મલાઈ પેંડા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks