રસોઈ

એક નવો નાસ્તો – મખાનાનો ટેસ્ટી ચેવડો ઘરે જ બનાવો, આ છે વજન ઉતારવા માટે બેસ્ટ નાસ્તો

આપણને રોજ સાંજે ચા સાથે નાસ્તા માટે નવી-નવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય છે. પણ ચા સાથે કોઈ હળવો નાસ્તો કરવો હોય તો આપણે ઘણું વિચારું પડે છે. ત્યારે આજે લઈને આવ્યા છીએ મખાનાનો ચેવડો બનાવવાની રીત, જે સાંજે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. આ હળવો અને હેલ્ધી નાસ્તો ખાવાની પણ મજા આવશે અને આને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે. સાથે જ આ વજન ઉતારવા માટે પણ ફાયદાકારક હોય છે. તો નોંધી લો મખાનાનો ટેસ્ટી ચેવડો ઘરે જ બનાવવાની રીત –


સામગ્રી

  • મખાના 100 ગ્રામ
  • તેલ 2 ચમચી
  • રાઈ 1/2 ચમચી
  • સીંગદાણા 2 ચમચી
  • લીમડી 6 નંગ
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • મીઠું 1 ચમચી

રીત

સૌપ્રથમ એક પેનમાં મખાના શેકી લો પછી એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી એમાં સીંગદાણા એડ કરી લીમડીના પાન એડ કરો મિક્સ થઈ જાય એટલે એમાં હળદર એડ કરી મખાના એડ કરી મિક્સ કરી લો પછી લાલ મરચું પાવડર અને મીઠું એડ કરી મિક્સ કરી લો મિક્સ થઈ જાય એટલે સર્વ કરો મમરાથી કંટાળી ગયા છો તો આ એક નવો નાસ્તો છે જરૂરથી બનાવજો અને હા આ વજન ઉતારવા માટે પણ ખુબ ફાયદાકારક છે

મખાનાનો ટેસ્ટી ચેવડો બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.