હોટલ જેવું મકાઈનું પંજાબી શાક – નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ

0

મકાઈનું પંજાબી શાક એટલું ટેસ્ટી હોય છે કે તમને એની સાથે વધારે પરાઠા ખાઈ જવાનું મન થઇ જાય. મકાઈનું પંજાબી શાક એક સિમ્પલ પંજાબી શાક જ છે, જે બાફેલી મકાઈના દાણા, ટામેટા અને ડુંગળીની ગ્રેવીથી બનાવવામાં આવે છે. જો કે એમાં મકાઈ હોવાને કારણે આનો સ્વાદ મંદ-મંદ મીઠો લાગે છે, જેને પણ ઓછું તીખું ખાવાનું પસંદ હોય એના માટે આ એક શ્રેષ્ઠ શાક છે. આને ગાર્લિક નાન સાથે કે જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. તો આજે શીખીએ કઈ રીતે બને છે મકાઈનું પંજાબી શાક –

સામગ્રી – 

  • લસણ 3/4 કડી
  • આદુ 2/3 ટુકડા
  • ડુંગળી ટામેટા 1/1 નંગ
  • લવિંગ તજ સૂકા લાલ મરચા 2/2 નંગ
  • મકાઈ 1 કપ
  • કાજુ મગસતરી 3 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા ઝીરું 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • પનીર છીણેલું 2 ચમચી
  • ધાણા 2 ચમચી
  • ચીઝ 2 ચમચી (optional)

રીત – 

સૌપ્રથમ મકાઈના દાણા લઇ લો એને બાફી લો બફાય જાય એટલે એનું પાણી કાઢી લો. પાણી ફેકવાનું નથી એને ગ્રેવી માટે ઉપયોગમાં લઈશુ પછી ડુંગળી ટામેટા ખડા મસાલા લસણ આદુ તેલમાં સેકી લો અને પીસી લો એમાં કાજુ અને મગસતરી પણ એડ કરી મિક્સરમાં પીસી લો પછી એક પેન લઇ લો એમાં તેલ એડ કરી ઝીરું એડ કરો અને મરચું મસાલા એડ કરો પછી જે ગ્રેવી પીસી છે એને એડ કરી મિક્સ કરી દો અને શેકવા દો પછી એમાં મકાઈના દાણા એડ કરો અને પછી બાફતા સમયે વધેલું પાણી એડ કરી મિક્સ કરી લો અને થવા દો પછી એમાં ગરમ મસાલો અને મીઠુ એડ કરી મિક્સ કરી લોપછી છીણેલું પનીર એડ કરી મિક્સ કરી લો થોડી વાર થઈ એટલે ધાણા એડ કરી મિક્સ કરી લોઅને ગરમ ગરમ સર્વ કરો અને જો તમને ચીઝ એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો આજે જ બનાવો.

મકાઈનું પંજાબી શાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here