સોફ્ટ અને સ્વાદિષ્ટ મેગીના પકોડા, એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

0

આજે આપણે બનાવીશું મેગીના પકોડા. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી, સોફ્ટ અને સ્વાદિષ્ટ છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. એકવાર બનાવશો તો નાના મોટા સૌ બનાવ્યા હશે એ પણ ઓછા પડશે એટલા માંગી માંગીને ખાશે. તો ચાલો જોઈ લઈએ સામગ્રીને સંપૂર્ણ રીત સાથેનો વિડીયો.

સામગ્રી:

  • 1 પેકેટ
  • 2 ચમચા ચણાનો લોટ
  • 2 ચમચા સોજીનો લોટ
  • 2 થી 3 ઝીણા સમારેલ મરચાં
  • 3 થી 4 ચમચી સમારેલી કોથમીર
  • નમક સ્વાદમુજબ
  • તળવા માટે તેલ

રીત:

આજે હું તમને જણાવીશ મેગી માંથી પકોડા કઈ રીતે બનાવી શકાય. સૌપ્રથમ એક તપેલીમાં મેગી નાખો અને તેની સાથે તેનો મસાલો. પેકેટની પાછળ લખેલું હોય છે કે 210 ml પાણી એડ કરી શકાય પણ આપણે જ્યારે પકોડા બનાવીએ ત્યારે એટલા પાણીની જરૂર નથી.
તો તેમાં 180 ml પાણી એડ કરવું અને ગેસ ઉપર મૂકીને મેગીને તૈયાર કરવી. હવે ડ્રાય મેગી તૈયાર થઈ જાય ત્યારબાદ પછી મેગી માંથી પાણી સુકાઈ જાય તેના પછી તેને એકદમ ઠંડી કરી દેવી. પકોડા બનાવવા માટે તમે એકદમ લિક્વિડ ફોમમાં મેગી પસંદ કરશો તો પકોડા સારા નહીં બને. તેથી સારા પકોડા બનાવવા માટે થોડીક ડ્રાય મેગી બનાવી.
હવે તૈયાર થેયલ મેગીને એક વાસણમાં લો અને તેને ઠંડી થવા માટે મૂકી દો.મેગી ઠંડી થઇ જાય એટલે એમાં આપણે સમારેલા મરચાં, સમારેલી કોથમીર, સોજીનો લોટ, ચણાનો લોટ, નમક અને એક ચમચી તેલ એડ કરી ચમચીની મદદથી સરસ હલાવી લઈશું. જો તમારું મરચું વધારે spicy હોય તો જરૂરિયાત પ્રમાણે એડ કરવું.
હવે તેમાં બે ચમચી સોજી એડ કરવી સોજી નાખવાથી પકોડા ક્રન્ચી બનશે હવે તેમાં બે ચમચી ચણાનો લોટ એડ કરવો હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું તેમાં એક ચમચી જેટલું પાણી લઈ અને હળવા હાથે મિક્સ કરવું.હવે બેટર એકદમ રેડી થઈ ગયું છે. તો ગેસ ઉપર એક કઢાઈમાં તેલ તળવા જેટલું લઈને ગરમ થવા દેવાનું છે. જેવુ તેલ તળવા યોગ્ય થાય એટલે જેવી રીતે આપણે ભજીયા પાડીએ છીએ એમ જ હાથની અને આંગળીની મદદથી બેટરમાથી નાના નાના લૂઆ લઈને ગોળ ગોળ પકોડા ગરમ થયેલ તેલમાં પાળી લો.હવે બધા જ પકોડાને એકદમ મીડિયમ આંચે તળી લેવા. તળવા માટે તમારે 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. ઉપર નીચે ફેરવીને તળવા જેથી પકોડા કાચા ના રહે.હવે પકોડા એકદમ બ્રાઉન થઈ જશે એટલે એક પ્લેટમાં કાઢી લો અને આમ જ બીજા તળી લો.તો તૈયાર છે મેગીના ગરમા ગરમ પકોડા. આ પકોડાને તમે ચા સાથે અથવા તો કોથમીરની ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.

મેગીના પકોડા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
FooD SHIVA

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here