મેગી આપણે ઘણી ખાધી હશે પણ ગુજરાતીઓને ભાવતા મેગી ભજીયા ઘણી ઓછીવાર ખાધા હશે અને ઘરે બનાવ્યા તો બિલકુલ નહિ હોય. પણ મેગીના ભજીયા આપણને એક અલગ જ સ્વાદ આપે છે અને સાથે જ ચાની મજા પણ વધારી દે છે.
તો આજે આપણે જોઇશું મેગીના ભજીયા બનાવવાની રેસિપી, મેગીના ભજીયા બાળકોને પણ ખૂબ જ ભાવે છે. જે રીતે બાળકોને મેગી પસંદ આવે છે એ જ રીતે બાળકોને મેગીના ભજીયા પણ પસંદ આવે છે. આ ભજીયા ખાવામાં એકદમ કરકરા અને ક્રિસ્પી હોય છે. તો ચાલો જોઈએ મેગીના ભજીયા બનાવવાની રેસિપી –

સામગ્રી –
- મેગી – ૧ પેકેટ
- ચણાનો લોટ – ૧ વાટકી
- રવો – ૧/૪ વાટકી
- હળદર
- મરચું
- મેગી મસાલો અથવા ગરમ મસાલો
- મીઠું – સ્વાદાનુસાર
- સોડા
- તેલ – તળવા માટે
રીત –

- સૌથી પહેલા એક પેનમાં પાણી લઈને એમાં મેગી મસાલો નાખીને મેગી બનાવી લો. ધ્યાન રાખો કે મેગીમાં પાણી રહેવું જોઈએ નહિ. આ મેગીને ઠંડી થવા દો.
- મેગી ઠંડી થાય ત્યાં સુધી એક બીજા બાઉલમાં ચણાનો લોટ, અને રવો લઈને બધા જ મસાલા નાખો અને પછી તેમાં તૈયાર કરીયેલી મેગી પણ નાખી દો. હવે આ મિશ્રણમાં થોડું પાણી નાખીને ભજીયા માટેનું ખીરું તૈયાર કરો.
- ખીરું તૈયાર થઇ જાય એટલે એક કઢાઈમાં ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે ખીરામાં સોડા અને એક ચમચી ગરમ તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ ખીરામાંથી ભજીયા ઉતારો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી અને પછી બહાર કાઢી લો.
- તૈયાર છે મેગીના બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ભજીયા. આ ભજિયાને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
નોંધી લો આ મેગીના ભજીયા બનાવવાની રેસિપી અને આજે જ બનાવો અને ઘરમાં બધાને જ ખવડાવો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks