રસોઈ

આથો લાવ્યા વગર બનાવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી મગની દાળના ઢોકળા, નોંધી લો રેસિપી

મગની દાળના ઢોકળા બેસનના ઢોકળાની જમ જ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવું એકદમ સરળ હોય છે અને આ ખૂબ જસ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે. જે લોકોને બેસનથી એલર્જી હોય એ લોકો મગની દાળના ઢોકળા બનાવી શકે છે. આમાં તેલ પણ ખૂબ જ ઓછું વપરાય છે. આ જલ્દી બનીને તૈયાર થઇ જાય છે અને સોફ્ટ બને છે. આને સવારના નાસ્તામાં પણ ખાઈ શકાય છે. ભવ્ય સ્વાદ અને સુગંધ પણ આની ખૂબ જ સારી આવે છે. તો ચાલો આજે જોઈએ મગની દાળના ઢોકળા બનાવવાની રેસિપી –

મગની દાળના ઢોકળા બનાવવા માટે જોઈશે

સામગ્રી

  • મગની દાળ 1 કપ
  • ચોખા 1/4 કપ
  • છાશ 1 કપ
  • મીઠુ 1 ચમચી
  • લીલા મરચા આદુની પેસ્ટ 1 ચમચી
  • હળદર 1/4 ચમચી
  • ઇનો 1 ચમચી
  • લાલ મરચું 1/4 ચમચી

વઘાર કરવા માટે

  • તેલ 2 ચમચી
  • રાઈ 2 ચમચી
  • લીમડી પત્તા 5/6 નંગ
  • લીલા મરચા 2 નંગ

રીત

સૌપ્રથમ દાળ અને ચોખાને 7 થી 8 કલાક પલાળી લેવા પલળી જાય એટલે મિક્સર જારમાં છાશ એડ કરી બરોબર પીસી લેવું પછી એમાં લીલા મરચા આદુની પેસ્ટ એડ કરી બરોબર મિક્સ કરી લેવું પછી એમાં મીઠું હળદર એડ કરી મિક્સ કરી લેવું પછી સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવું પછી અને મિક્સર છે એમાં ઇનો એડ કરી મિક્સ કરી લેવું અને ધ્યાન રાખવું કે ઇનો જયારે બનાવો તયારે જ એડ કરવો જેથી ઢોકળા સારા બને પ્લેટને ગ્રીસ કરી લેવી અને એમાં ખીરું પાથરી સ્ટીમ કરી લો પછી થઈ જાય એટલે ચપ્પુ નાખી ચેક કરી લેવું જો છપ્પામાં ચોટે ના તો સમજી લેવું કે બરાબર છે

થોડી વાર ઠંડુ થઈ એટલે કટ કરી લેવું અને તેલ ગરમ કરવા મુકો એમાં રાઈ એડ કરી લીમડી લીલા મરચા એડ કરી વઘાર ઢોકળામાં પાથરી દો તો તૈયાર છે ઢોકળા ગરમ ગરમ સર્વ કરો ખુબ જ મજા આવશે.

મગની દાળના ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.