રસોઈ

ઉનાળા સ્પેશિયલ: લીબુંનું શરબત એક નવા સ્વાદમાં જે તમે ક્યારેય નહિ પીધું હોય, નોંધી લો રેસિપી

ઉનાળો ચાલી રહ્યો છે ગરમી ખૂબ જ પડી રહી છે ત્યારે આ ઉનાળામાં બધા જ પોતાની હાઈડ્રેટેડ રાખવા માટે અને ઠંડક માટે ઘણા જુદા-જુદા પ્રકારના ઠંડા પીણા પીતા હશે. જેમાં પણ લીંબુનો શરબત તો ખૂબ જ પ્રખ્યાત વસ્તુ છે જે બધા જ પીતા હશે, ત્યારે આ વખતે તમારી માટે એક નવી જ રીતે બનતો સ્પાઈસી લીંબુનો શરબતની રેસિપી લઈને આવ્યા છીએ તો નોંધી લો રીત –

સામગ્રી

  • લીંબુ 1 નંગ
  • પાણી 2 ગ્લાસ
  • ખાંડ 3 ચમચી
  • ચાટ મસાલો 1/2 ચમચી
  • લીલું મરચું 1 નંગ
  • તખમરીયા પલાળેલા
  • બરફ 5/6 નંગ

રીત

સૌપ્રથમ એક બૉઉલમાં પાણી લઈને એમાં લીંબુનો રસ એડ કરી લો પછી એમાં ખાંડ અને ચાટ મસાલો એડ કરી મિક્સ કરી લો એક ગલાસ લઇ લો એમાં તખમરીયા એડ કરો અને 1 લીંબુનો ટુકડો એડ કરો પછી અને એક લીલું મરચું કટ કરી એડ કરોઅને શરબત એડ કરી લો અને પછી એમાં બરફ નાખી બીજા ગ્લાસ વડે એને ઢાંકીને ફિટ કરી લો અને હલાવી લો પછી સર્વ કરો

ઠંડો અને થોડો સ્પાઈસી શરબત જરૂરથી બનાવજો આ રેસીપી

સ્પાઈસી લીંબુનો શરબત બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.