ઉનાળો આવી ગયો છે, ત્યારે હવે દરેક વ્યક્તિને હાઈડ્રેટેડ રહેવા માટે અને લૂ લાગવાથી બચવા માટે કોઈને કોઈ પીણા પીવાની જરૂર પડશે. પણ રોજે રોજ એક જ પ્રકારના પીણા પીને પણ વ્યક્તિ કંટાળી જશે એટલે એમાં પણ વેરાઈટી જોઈશે. તો ચાલો આજે તમને ઉનાળાની બળબળતી બપોરે પીવા માટે એક પીણાની રેસિપી જણાવીએ, જે છે લીબું ફૂદીનાનું મસાલેદાર શરબત, તો નોંધી લો રેસિપી –
ઠંડો ઠંડો લીંબુ ફુદીનાનો શરબત બનાવવા માટે જોઈશે
સામગ્રી
- ફુદીનો 1 કપ
- ખાંડ/સાકર 2 ચમચી
- સંચળ 1/2 ચમચી
- જીરું પાવડર 1/2 ચમચી
- મીઠું 1/4 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ એક મિક્સર જારમાં ફુદીનો, સાકર, સંચળ, મીઠું, લીંબુનો રસ અને અડધો ગ્લાસ પાણી એડ કરી મિક્સ કરી લો.
પછી 2 ગ્લાસ લઇ લો એમાં બરફ એડ કરી જે મિક્સર છે એ એડ કરો.
અડધો ગ્લાસ મિક્સર અને અડધો ગ્લાસ પાણી એડ કરી મિક્સ કરી લો.
અને એમાં લીંબુની એક ચીરી એડ કરી સર્વ કરો
તો મિત્રો ફુદીનો શરીરને ઠંડક આપે છે તો આ ઉનાળામાં જરૂરથી બનાવજો
લીબું ફૂદીનાનું મસાલેદાર શરબત બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.