આ રીતે બનાવો સોફ્ટ અને ટેસ્ટી ખાટા ઢોકળા, ક્લિક કરી વાંચો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો ને ખવડાવો તમારા પરિવારજનોને.

0

ગુજરાતી જમણમાં ફરસાણ પણ પીરસવામાં આવે છે, એમાં પણ ઢોકળા એક ખૂબ જ પ્રચલિત ફરસાણ છે. જે બાફીને બનાવવામાં આવે છે ઢોકળાને બાફીને બનાવવામાં આવતા હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકા હોય છે. ઢોકળા ઘણા પહેલાના સમયથી ફરસાણ તરીકે પ્રચલિત છે, જે નાતના જમણ માટે સૌથી સસ્તો અને પ્રિય વિકલ્પ હતો. સામાન્ય રીતે ઢોકળાના વિવિધ રૂપ પ્રચલિત છે, પણ મુખ્યત્વે ઢોકળા દાળ અને ચોખામાંથી બનાવવામાં આવે છે.

ઢોકળા બનાવવા માટે જોઈશે – સામગ્રી

  • કણકી કોરમુનો લોટ 2 કપ
  • છાશ 1 કપ
  • પાણી 3/4 કપ
  • લીલા મરચા લસણ આદુની પેસ્ટ 1 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • હળદર પાવડર 1/2 ચમચી
  • બેકિંગ સોડા 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • તેલ 3/4 ચમચી
  • લસણની લાલ તીખી ચટણી

રીતસૌપ્રથમ કણકી કોરમાનો લોટ લઇ લો એમાં લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરી છાશ એડ કરો અને મિક્સ કરી લો અને છાસ ખાટ્ટી એડ કરવી અને હળદર એડ કરો પછી એ ખીરાને ઢાંકી લો અને 5/6 કલાક રહેવા દો પછી એને મિક્સ કરી એમાં થોડું પાણી એડ કરી મિક્સ કરી લો અને મીઠુ અને સોડા એડ કરી મિક્સ કરી લોત્યાં સુધી ગેસ પર સ્ટીમર ગરમ કરવા મૂકી દો પછી એક પ્લેટમાં ખીરાને પાથરી દો અને લાલ મરચું ભભરાવી દો પછી એને સ્ટીમ કરી લો સ્ટીમ થઈ જાય એટલે ઢોકળાને કટ કરી લો પછી એને સીંગ તેલ અને લસણની ચટણી સાથે સર્વ કરો ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવશે જરૂરથી બનાવો રેસીપી કેવી લાગી જણાવજો

ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here