રસોઈ

ઉનાળા સ્પેશિયલ રેસિપી: ઘરે જ બનાવો કેરીનો બાફલો, ગેરેન્ટી છે કે ઘરના તમામ સભ્યોને જરૂર ભાવશે

આહ! શું ગરમી પડવા લાગી છે. તડકો તો હાય રે તોબા પોકારાવડાવી દે છે. બપોરે તો રસ્તા એકદમ ખાલીખમ જોવા મળે છે. ત્યારે હવે ઘરના વડીલો અને બાળકોને આ ગરમીમાં લૂ ન લાગે એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ માટે તમારે એમને રોજ કઈંક ને કઈંક એવી વાનગીઓ બનાવીને ખવડાવવી પડશે કે તેમને લૂ લાગવાથી બચાવી શકાય, ત્યારે આજે અહીં તમારા માટે આવી જ એક વાનગી લઈને આવ્યા છીએ, કેરીનો બાફલો…

કેરીનો બાફલો બનાવવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • 2 નંગ બાફેલી કેરી
  • ખાંડ 5 ચમચી
  • મીઠુ 1/2 ચમચી
  • સેકેલું ઝીરું પાવડર 1/2 ચમચી
  • સંચર પાવડર 1/2 ચમચી
  • ફુદીનો 4/5 નંગ
  • બરફ 5/6 નંગ
  • પાણી 2 ગ્લાસ

રીત

સૌપ્રથમ કેરીને બાફી લો અને એને છોલીને એનો પલ્પ કાઢી લો.પછી મિક્સરમાં એ પલ્પ નાખી એમાં ખાંડ ફુદીનો એડ કરી પીસી લો.પાણી એડ નઈ કરવું એને ખાલી સ્મૂથ પલ્પ બનવી લો.પછી ગ્લાસ લઇને એમાં એ પલ્પને એડ કરો તમને જેવું ગમે એ મુજબ જાડો પાતળો કરવો.પછી એમાં બરફના ટુકડા એડ કરી મીઠુ સંચર એડ કરો પછી એમાં સેકેલા ઝિરાનો પાવડર એડ કરો પછી એમાં પાણી એડ કરી મિક્સ કરી લો પછી સર્વ કરો તો તૈયાર છે બાફલો.આ પલ્પને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો.

આ રેસીપી જરૂરથી બનાવજો અને અ ગરમીની સીઝનમાં તમારા પરિવારના સભ્યોને લુના લાગે એનું ધ્યાન રાખજો અને બાફલો એમને પીવડાવજો ખુબજ સરસ લાગશે રેસીપી જરૂરથી બનાવજો અને કેવી લાગી જણાવજો.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks