ઉનાળા સ્પેશિયલ રેસિપી: કાચી કેરી અને ડુંગળીનું કચુંબર, આ છે એવી ખાટી-મીઠી વાનગી જે સૌને ભાવશે

0

કેરીની ઋતુ આવી ગઈ છે અને હવે બજારમાં કેરીઓ મળવા લાગી છે, વેકેશન પણ શરુ થવાની તૈયારીમાં જ છે. અને ઉનાળો તો આવી જ ગયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે ઉનાળામાં લૂ લાગવાથી બચવા માટે ડુંગળી ખાવી જોઈએ, પણ ઘણા લોકોને ડુંગળી નથી ભાવતી, ત્યારે આજે અહીં એવી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ કે જેનો ખાટો-મીઠો સ્વાદ ભોજનનો સ્વાદ વધારશે અને સૌને પસંદ પડશે. તો હાજર છે કેરી ડુંગળીનું કચુંબર બનાવવાની રેસિપી… કેરી ડુંગળીનું કચુંબર બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી:

  • 3 નંગ ડુંગળી
  • 3 નંગ કાચી પાકી કેરી
  • લાલ મરચું 2 ચમચી
  • ધાણા ઝીરું 1 ચમચી
  • મીઠુ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • ઝીરું પાવડર 1 ચમચી

રીત:સૌપ્રથમ 2 ડુંગળી 2 કેરી અને 1 ડુંગળી અને 1 કેરી અલગ પાડો.પછી 2 ડુંગળી અને કેરીને છોલીને છીણી નાખો પછી એમાં લાલ મરચું ધાણા ઝીરું પાવડર મીઠુ અને ખાંડ એડ કરી મિક્સ કરી લો અને એને એક બૉઉલમાં કાઢી લો.
આપણું એક સલાડ તૈયાર થાય ગયું.ફરી એક કેરી અને ડુંગળી લો એને છોલીને સમારી લો.
પછી એમાં લાલ મરચું ઝિરા પાવડર મીઠુ એડ કરી મિક્સ કરી લો તો આપણું બીજું સલાડ પણ તૈયાર થઈ ગયું છે.સલાડ બઉજ મસ્ત લાગશે ખાટું મીઠુ તમે જમવાના ટાઈમે સર્વ કરશો તો બઉજ મસ્ત લાગશે, સલાડ જરૂરથી બનાવજો.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here