તદ્દન નવી વાનગી કપુરીયા બનાવવાની સરળ રીત જોવાનું ચૂકશો નહિ, સ્વાદમાં છે બેસ્ટ

0

જેને ઢોકળાનું ઇન્સ્ટન્ટ વર્ઝન કહેવામાં આવે છે, એવા કપુરીયા દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. જયારે ઢોકળા બનાવવાની લાંબી પ્રોસેસ ન કરવી હોય ત્યારે કપુરીયા ખૂબ જ જલ્દી બની જાય છે. કપુરીયા તુવેર, વટાણા, કે આવા જ બીજા શાકભાજી નાખીને પણ બનાવી શકાય છે. પણ અહીં આપણે સાદા કપુરીયા બનાવવાની રેસિપી જોઈશું. કપુરીયા કોઈ પણ સમયે નાસ્તા માટે બેસ્ટ છે. અને બધાને જ ભાવે પણ છે.

કપુરીયા બનાવવા માટે આપણને જોઈશે –

સામગ્રી

  • ચોખા 1 કપ
  • ચણા દાળ 1/2 કપ
  • કપુરીયાનો લોટ 1 કપ
  • પાણી 11/2 કપ
  • મીઠુ 1 ચમચી
  • પાપડ ખારો 1/4 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • આદુ મરચા લસણની પેસ્ટ 1 ચમચી
  • દહીં 1/4 કપ
  • તેલ 2 ચમચી
  • અથાણાં સંભાર 2 ચમચી
  • તેલ 2 ચમચી

રીતસૌપ્રથમ ચોખા અને દાળને મિક્સરમાં પીસી લો
પછી એક તપેલી લઇ લો
એમાં પાણી એડ કરી ગરમ થાય એટલે
એમાં લીલા મરચા આદુ લસણની પેસ્ટ પાપડ ખારો હળદર બધું એડ કરી મિક્સ કરી લો
પછી એમાં દહીં એડ કરી મિક્સ કરી લો
પછી એમાં કપુરીયાનો લોટ એડ કરી મિક્સ કરી લો
અને બરાબર હલાવી લો પછી ઠંડુ પડે એટલે એના ગોળ ગોળ કપુરીયા વાળી લો
અને 15/20 મિનિટ સ્ટીમ કરી લો
પછી થઈ જાય એટલે એના ઉપર તેલ અને
અથાણાં સંભાર એડ કરી સર્વ કરો
છે ને એક ગરમ ગરમ મજાનો નાસ્તો વરસાદની સીઝનમાં આ જરૂરથી બનાવજો ભૂલતા નહિ

કપુરીયા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here