રસોઈ

એકદમ ટેસ્ટી પુલાવ સાથે ખાટ્ટી મીઠી કઢી, નોંધી લો ઝટપટ બની જાય તેવો પુલાવ અને ગુજરાતી કઢીની રેસિપી

એમ તો આપણા ઘરે રોજબરોજમાં દાળ-ભાળ વધુ બને છે અને કઢી-ભાત ઓછા બને છે. તો સાંજે ક્યારેક ક્યારેક ભોજનમાં કઢી-ખીચડી બનતી હોય છે. પણ કઢી-પુલાવ તો ખાસ પ્રસંગોએ જ બનતો હોય છે. ત્યારે આપણે આજે જોઈએ કઢી-પુલાવ બનાવવાની રેસિપી, નોંધી લો અને આજે જ બનાવજો –

સામગ્રી

  • બાસમતી ચોખા 1 કપ
  • ઘી 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • પાણી 4 કપ
  • લીલા વટાણા 1/4 કપ
  • ગાજર 1/4 કપ
  • બટાકા 1/4 કપ
  • બીટ 1/4 કપ
  • કાજુ 4/5 નંગ
  • તમાલપત્ર 1 નંગ
  • લવિંગ 3 નંગ
  • તજ 2 નાના ટુકડા
  • તેલ 2 ચમચી
  • ઘી 1 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • છાશ 1 કપ
  • પાણી 11/4 કપ
  • બેસન 3 ચમચી
  • ઘી 1 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • મેથી દાણા 1/4 ચમચી
  • હિંગ ચપટી
  • ખાંડ 1 ચમચી
  • લીલા મરચા લસણની પેસ્ટ 1 ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • તજ 2/3 નાના ટુકડા
  • લીમડી 5/6 નંગ
  • ધાણા ગાર્નિશિંગ માટે

રીત

સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો ત્યાં સુધી ચોખાને ધોઈ લો પાણી ગરમ થઈ એટલે એમાં ઘી એડ કરી મીઠુ એડ કરો પછી એમાં ચોખા અને લીલા વટાણા એડ કરી બોઈલ કરી લો 4/5 મિનિટ સુધી બોઈલ થવા દો પછી એનું પાણી કાઢી બાજુ પર મૂકી દો પછી એક પેન ગરમ કરો એમાં તેલ એડ કરી ઘી એડ કરો એમાં ઝીરું એડ કરી ખડા મસાલા એડ કરો પછી બધા વેજી એડ કરી શેકવા દો 3 મિનિટ સુધી ઢાંકીને શેકવા દો પછી એમાં રાઇસ બનાવેલો છે એ એડ કરી મિક્સ કરી લો 2/3 મિનિટ થવા દો પછી એને સર્વ કરોકઢી બનાવવા માટેએક બૉઉલમાં છાશ એડ કરી એમાં પાણી એડ કરી બેસન એડ કરો પછી લીલા મરચા લસણની પેસ્ટ એડ કરો મીઠું અને ખાંડ એડ કરી મિક્સ કરી લો
પછી એને ગેસ પર મૂકી ગરમ થવા દો પછી એક વઘાર પેનમાં ઘી એડ કરી મસાલા લીમડીના પાન એડ કરી એ વઘારને કઢીમાં એડ કરી મિક્સ કરી લો થોડી વાર ઉકળે પછી એને ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરોતૈયાર છે ગરમ ગરમ પુલાવ કઢી જરૂરથી બનાવજો ખુબ જ ટેસ્ટી

પુલાવ કઢી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.