વેકેશન સ્પેશિયલ રેસિપી: કચ્છી દાબેલી, લારી જેવી જ ટેસ્ટી ઘરે બનાવો આ સરળ રીતથી

0

લગભગ આપણને બધાને જ સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ભાવતું હશે, અને આપણે બધાએ જ એ વસ્તુઓ લારી પર ઉભા રહીને ખાધી હશે. એમની જ એક વાનગી છે કચ્છી દાબેલી, જે આપણને બધાને જ પસંદ આવતી હશે. પરંતુ ઘણા લોકોને આ પસંદ હોવા છતાં તેઓ આને ખાતા નથી, કારણ કે લારી પરનું ફૂડ હાઈજેનિક નથી હોતું, જેથી ઈચ્છા હોવા પર પણ નથી ખાતા અને ઘર બનાવતા આવડતી નથી, તો એવા જ લોકો માટે આજે હાજર છે, કચ્છી દાબેલી બનાવવાની રેસિપી –

કચ્છી દાબેલી બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • બાફેલા બટાકા નો માવો 1 બૉઉલ
  • દાબેલી મસાલો 2 ચમચી
  • મીઠી ચટણી 3 ચમચી
  • તેલ 2 ચમચી
  • કોપરા નું છીન 1 ચમચી
  • દાડમ 2 ચમચી
  • મસાલા સીંગ 1 ચમચી
  • ઝીની sev 2ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • લાલ મરચું 1 ચમચી
  • લસણ પેસ્ટ 1 ચમચી
  • પાવ 3 નંગ
  • બટર 1 ચમચી
  • ધાણા 2 ચમચી

રીત

સૌપ્રથમ લાલ મરચું અને લસણ ની પેસ્ટ મીઠુ એડ કરી પાણી રેડી ને પેસ્ટ જેવું બનાવી લો પછી એક પેન મૂકી એમાં તેલ એડ કરી મીઠી ચટણી એડ કરો અને મિક્સ કરી લો પછી એમાં કોપરા નું છીન એડ કરી મિક્સ કરી લો પછી એમાં બટાકા નો માવો એડ કરો અને બરોબર મિક્સ કરી લો પછી એક પ્લેટ માં માવો કાળી લો પછી અને એના ઉપર દાડમ ધાણા થી ગાર્નીસિંગ કરી લો પછી એક પાવ લો એમાં લસણ ની ચટણી લગાવો પછી દાવેલી નો માવો લગાવો એના ઉપર મસાલા સીંગ એડ કરો પછી સેવ માં નાખી ને સેવ ચોંટી જાયઃ એવી રીતે લગાવી દો પછી એક તવા ઉપર બટર એડ કરો પછી પછી દાબેલી ને સેકી લો બધી બાજુ થી તૈયાર છે કચ્છ ની ફેમસ દાબેલી અ રેસીપી જરૂર થી બનવજો  બહાર ની દાબેલી હયઝેનિક ના હોઈ એટલે ઘરે બનાવો તમારા બાળકો માટે કચ્છ ની દાબેલી રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો તમે

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here