પરફેક્ટ ઈડલી બનાવો સોડા કે ઇનો વગર, ક્લિક કરી વાંચો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી, જોઇને બનાવો ને ખવડાવો તમારા પરિવારજનોને

0

દક્ષિણ ભારતીય પકવાનોમાંથી ઈડલી આખા દેશમાં પસંદ કરવામાં આવે છે. લગભગ દરેક ઉંમરના વ્યક્તિને ઈડલી તો ભાવતી જ હશે. ઈડલીને વરાળમાં બાફવામાં આવે છે અને સંભાર અને નારિયેળની ચટણી સાથે ખાવામાં આવે છે. આ એટલી સોફ્ટ હોય છે કે એને આઠ મહિનાનું નાનું બાળક પણ ખાઈ શકે છે. અને 80 વર્ષના દાંત વગરના વડીલો પણ ખાઈ શકે છે. ઈડલી એવી વાનગી છે કે એને સવારના નાસ્તામાં, બપોરના ભોજનમાં કે રાતના જમણમાં પણ ખાઈ શકો છો. ત્યારે આજે જાણીએ ઈડલી બનાવવાની રેસિપી પણ થોડી અલગ રીતે.

સામાન્ય રીતે આપણે ઈડલીમાં સોડા નાખીએ છીએ પણ આજે જે રેસિપી તમારી સામે હાજર છે એ રેસિપીથી ઈડલી ઇનો કે સોડા વિના જ બને છે. તો નોંધી લો ઇનો કે સોડા વગર પરફેક્ટ ઈડલી બનાવવાની રેસિપી –

સામગ્રી

  • અડદ ની દાળ 1 કપ
  • જાડા પૌવા 1/2 કપ
  • મેથી ના દાણા 1/2 ચમચી
  • ચોખા 2 કપ
  • મીઠુ સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ

રીત

સૌપ્રથમ અડદની દાળ પૌવા અને મેથીને એક બૉઉલમાં પલાળી લો પછી બીજા બૉઉલમાં ચોખા પલાળી લો
7/8 કલાક માટે અને પછી એને મિક્સરમાં પીસી લો પીસાય જાય એટલે એક તપેલીમાં કાઢી લો અને એમાં થોડું પાણી એડ કરી મિક્સ કરી લો પછી એક મોટી તપેલી લઇ લો અને એમાં કાઢી લો કેમ કે આથો આવશે તો એના માટે એને જગ્યા જોઈશે એટલે મોટી તપેલી લેવાની અને એમાં કાઢી લો અને 12 કલાક માટે ઢાંકી લો અને એને ગરમ જગ્યાએ મૂકી દેવું ઠંડુ વાતાવરણ હોઈ તો 14 કલાક મૂકી દેવું પછી તમે જોશો તો તપેલી ભરાય ગઈ હશે આથો આવી જાય પછી એમાં મીઠુ એડ કરી મિક્સ કરી લો અને ઈડલીનું સ્ટેન્ડ લઇ લો અને સ્ટેન્ડમાં તેલથી ગ્રીસ કરી લો અને ખીરું રેડી 7/8 મિનિટ સ્ટીમ કરી લો અને ઈડલી બનાવી લો સ્ટીમ થઈ જાય એટલે ચપ્પુ નાખી જોઈ લો ક્લીન આવે એટલે સમજી જવું કે થઈ ગઈ છે. તૈયાર છે ઈડલી જરૂરથી બનાવજો રેસીપી કેવી લાગી જણાવજો

સોડા કે ઇનો વગર પરફેક્ટ ઈડલી બનાવવાની રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.