રસોઈ

100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ આઈસક્રીમ બનાવો તદ્દન નવી રીતે

ઉનાળો ચાલી રહ્યો છે અને અત્યારે લોકડાઉન પણ છે જેને કારણે ઘણા લોકો પોતાની આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છાને દબાવીને રાખતા હશે. પણ જો તમે ઘરે ખૂબ જ સરળ રીતે આઈસ્ક્રીમ બનાવીને ખાઈ શકો તો? મજા આવી જાય ને! એટલે જ તમારા માટે આજે અહીં અમે લઈને આવ્યા છીએ ઘરે જ સરળ રીતે આઈસ્ક્રીમ બનાવવાની રીત –

સામગ્રી

  • દૂધ ૨૫૦ મિલી
  • ચોકલેટ બિસ્કિટ ૬/૭ નંગ
  • કેળા ૨ નંગ

રીત

સૌપ્રથમ એક મિક્સર જાર લઇ લો એમાં પહેલા બિસ્કિટને ક્રશ કરી લો બિસ્કિટ ક્રશ થઈ જાય એટલે એ જ મિક્સરમાં ૫/૬ કલાક પહેલા ફ્રિઝરમાં ફ્રીઝ કરેલા કેળા અને દૂધ મિક્સ કરી ક્રશ કરી લો એ ક્રશ કરતી વખતે ખાલી આપણે મિક્સરને ચાલુ બંદ જ કરવાનું છે. પ્યોરી બનવાની જરૂર નથી આઈસ્ક્રીમ જેવી થીક્નેસ આવી જોઈએ ક્રશ થઈ જાય એટલે એમાં બિસ્કિટનો પાવડર એડ કરી મિક્સ કરી લો અને તમને ખાંડની જરૂર લાગે તો એડ કરી શકો મિક્સરને એર ટાઈટ ડબ્બામાં એડ કરી ફીઝમાં મૂકી દો સેટ થઈ જાય એટલે સર્વ કરો છે ને મિત્રો એકદમ ટેસ્ટી રેસીપી બનાવવાનું ભૂલતા નહિ જરૂરથી ટ્રાય કરજો

આઈસ્ક્રીમ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.