રસોઈ

હૈદરાબાદી દમ બિરયાની બનાવવાની પરફેક્ટ રીત, ક્લિક કરીને જાણો કેવી રીતે બને છે આ ખાસ વાનગી!!!

ભારતમાં દમ બિરિયાની મુઘલોના સમયથી પ્રચલિત છે. તે એક પ્રખ્યાત શાહી અને રિચ ભોજન તરીકે લોકોમાં ઓળખાય છે. હૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર આ બિરિયાની બનાવવાની રેસીપી આજે જોઈએ –

સામગ્રી

ભાત બનાવવા માટે

  • ઘી 1 ચમચી
  • તમાલ પત્ર 1 નંગ
  • તજ 1 નંગ
  • મરી 2/3 નંગ
  • લવિંગ 2/3 નંગ
  • પાણી 1 લીટર
  • મીઠુ 1 ચમચી
  • બાસમતી ચોખા 1 કપ

બિરયાનીનું શાક બનાવવા માટે

  • તેલ 3 ચમચી
  • ઝીરું 1ચમચી
  • ડુંગળી 3 નંગ
  • ઈલાયચી 3નંગ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ગાજર 1/2 કપ
  • ફણસી 1/4 કપ
  • ફુલેવર 1/2 કપ
  • લીલા વટાણા 1/4 કપ
  • બટાકા 1નંગ
  • લાલ મરચું 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • બિરયાની મસાલો 2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • દહીં 1/2 કપ
  • પાણી 1/4 કપ
  • ફુદીનાના પતા 10 નંગ
  • ધાણા 2 ચમચી
  • ટામેટું 1નંગ

ગાર્નીસિંગ માટે

  • કેસરવાળું  પાણી 3 ચમચી
  • ઘી 1 ચમચી
  • ધાણા 1 ચમચી
  • ફુદીનાના પતા 8 નંગ

રીત

સૌપ્રથમ એક પેન લઇ લો એમાં ઘી અને ખડા મસાલા એડ કરીએમાં પાણી એડ કરી ભાત બનાવી લો અને એ ભાતને થોડો અચકચરો રાખજો
ભાત બની જાય એટલે એને કાઢી લો અને એનું પાણી પણ કાઢી લોપછી ફરી એક પેન લઇ લો અને એમાં તેલ એડ કરી ઝીરું એલચી ડુંગળી એડ કરી ડુંગળીને આછી બ્રાઉન કરી લો અને પછી એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લો પછી એમાં બધા વેજિટેબલે એડ કરી મિક્સ કરી લો પછી એમાં લાલ મરચું હળદર ગરમ મસાલો અને પછી બિરયાની મસાલો એડ કરી મિક્સ કરી લો પછી એમાં મીઠુ એડ દહીં અને થોડું પાણી એડ કરી ફુદીનાના પતા તોડીને એડ કરો અને પછી ટામેટું એડ કરી મિક્સ કરી લો પછી એમાં ધાણા એડ કરી ફરી મિક્સ કરી લો પછી થોડીક વાર થવા દો પછી ફરી એક પેન લઇ લો અને એમાં ઘી એડ કરી થોડો ભાત એડ કરો કેમ કે શાક ચોંટી ના જાય એટલે પછી એમાં એક લેયર વેજિટેબલ પાથરી દો પછી એના ઉપર ભાતની લેયર બનાવી લો પછી એમાં કેસરવાળું પાણી ધાણાને ફુદીનાના પતા એડ કરો અને
પછી વેજિટેબલની લેયર બનાવી ફરી ભાતની છેલ્લી લેયર બનાવી લો અને પછી એમાં 3 કાણા પાડો અને એ 3 કાણામાં ઘી રેડી દો અને થોડું કેસરવાળું પાણી ચારે બાજુ રેડી દો.
પછી એ પેનને એક તવા ઉપર લઇ લો ગેસ ધીમો કરી લો અને એને ઢાંકી દો અને એના ઉપર વજન મૂકીને 20 મિનિટ માટે થવા દો એના દમના લીધે આપણા ચોખા બરોબર ચડી જશે પછી 20 મિનિટ થાય એટલે ગેસ બંદ કરી લો અને 5 મિનિટ રહેવા દો પછી સર્વ કરો તૈયાર છે આપણી હૈદરાબાદી બિરયાની જરૂરથી બનાવજો છે ને એક નવી રીત પસંદ આવે એવી.

હૈદરાબાદી વેજ દમ બિરયાની બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks