રસોઈ

માત્ર 3 દિવસની મલાઇમાંથી આશરે 400 ગ્રામ જેટલું બટર બનાવો ઘરે, એ પણ અમૂલ જેવા જ ટેસ્ટનું

આજે આપણે મલાઈમાંથી બટર કેવી રીતે બનાવવું એની રીત જોઈશું, જ્યારે પણ આપણે સેન્ડવિચ કે પછી પરોઠા કે પાવભાજી કે પુલાવ બનાવવા હોય ત્યારે મોંઘા ભાવનું બટર આપણે માર્કેટમાથી ખરીદતા હોઈએ છીએ. જે બજેટની બહાર હોય છે. પરંતુ આજે આપણે ઘરે જ બટર બનાવતા શિખીશું એ પણ ઘરની જ મલાઈમાંથી અને માત્ર પાંચ મિનિટમાં જ બની જશે આ અમૂલના બટર જેવા જ ટેસ્ટનું બટર. તો ચાલો જોઈએ સામગ્રી અને કેવી રીતે બનાવવું એની રીત… નીચે વિડીયો પણ આપેલ છે તમે આખી રીત વિડીયો પરથી પણ જોઈ શકો છો.

સામગ્રી:

  • 3 કે 4 દિવસની તાજી મલાઈ
  • ચપટી હળદર
  • નમક સ્વાદ અનુસાર
  • બરફના કટકા ચારથી પાંચ
  • બે થી ત્રણ ગ્લાસ પાણી

રીત:

સૌથી પહેલા ફ્રિજમાંથી મલાઈ કાઢી એક ક્લાક સુધી એને નોર્મલ ઠંડી થવા દેવી અને પછી એક ચમચી લઈને બધી મલાઈને સરસ હલાવી લો;જે વાસણમાં પાણી છે એ જ વાસણમાં એક ગ્લાસ પાણી નાખો અને મલાઈને ચમચીની મદદથી એક જ બાજુ સરસ રીતે દસથી પંદર વખત હલાવી લો.હવે મલાઇમાથી પાણીને નિતારી લો. પાણી સહેજ પણ ના રહે એમ નીતારી ને મલાઈને એ જ વાસણમાં રાખો.હવે ફરી એક ગ્લાસ પાણી એડ કરો અને હલાવી લો અને ફરી હલાવીને પાણી કાઢી લો અને મલાઈને એકદમ કોરી કરી નાખો.હવે મલાઈને બીજા વાસણમાં લઈ લો અને ફરી એ વાસણમાં એક ગ્લાસ પાણી એડ કરો અને હલાવી ફરી પાણી કાઢી લેવું, આ પ્રોસેસને વારંવાર કરવાથી મલાઈમાથી આવતી વાસ દૂર થશે અને બટર એકદમ વાસ વગરનું અમૂલના બટર જેવુ જ બને છે,હવે મલાઈમાં હળદર અને નમક એડ કરીને સતત ચમચી વડે હલાવો.પછી એમાં એક ગ્લાસ પાણી એડ કરી હલાવી પાણી નીતારી લો. આ છેલ્લી વખત પાણી એટલે એડ કરવાનું છે કારણકે જો નમક અને હળદરનું પ્રમાણ વધારે હશે તો નોર્મલ થઈ જશે.હવે એમાં 7 થી 8 બરફની ક્યુબ એડ કરો અને હલાવી લો, તમે જોશો કે આપનું બટર એકદમ થીજી રહ્યું છે અને પરફેક્ટ બટર જેવુ જ લાગી રહ્યું છે.ત્યારબાદ બટરમાથી બરફ બહાર કાઢી લો અને બટરને એક પ્લાસ્ટિકની ડબીમાં ભરો. પરંતુ એ ધ્યાન રાખો કે બટરમાં પાણીનું એક ટીપું પણ રહેવું જોઈએ નહી. નહીતર આપણું બટર સાત દિવસ સુધી સારું રહેશે નહી.ત્યારબાદ એ બટરની ભરેલ ડબીને ફ્રીજમાં 6 ક્લાક માટે સ્ટોર કરો. અને 6 ક્લાક પછી તમે જોઈ શકશો કે એકદમ અમૂલ જેવા જ કલરનું અમૂલ જેવા જ સ્વાદનું આપણું બટર બનીને તૈયાર છે. આ બટર તમે સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો.આશા છે કે આપ સૌને મારી આ રેસીપી પસંદ આવી હશે.

હોમ મેડ બટર બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
FooD SHIVA

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks