શિયાળો ચાલી રહ્યો છે. એટલે તમને બજારમાં લીલા શાકભાજી જોવા મળતા હશે. પરંતુ એવું થાય છે કે ઘરમાં અમુક વ્યક્તિને અમુક ભાજી ભાવતી નથી હોતી. એટલા માટે આ એક નવા જ પ્રકારના પુડા ટ્રાય કરો. મીક્સ ભાજીના પુડા….
સામગ્રી:-
- મેથીની ભાજી
- પાલકની ભાજી
- લીલી ડુંગળી
- કોથમરી
- લીલા મરચા
- ચણાનો લોટ
રીત:-
સૌપ્રથમ મેથીની ભાજીને ઝીણી સમારી લો, ત્યારબાદ પાલકની ભાજીને પણ ઝીણી સમારી લો, ત્યારબાદ લીલી ડુંગળીને ઝીણી સમારી દો. આમાં બીજી પણ ભાજી એડ કરી શકો છો.
હવે બધી સમારેલી ભાજીને ત્રણ કે ચાર વાર ધોઇ દો.
હવે એક તપેલીમાં ચણાનો લોટ લો. તેમાં બધી જ સાફ કરેલી ધોઈ લીધા જે એડ કરી દો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કોથમીર અને મરચાં એડ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, ચપટી હળદર થોડો અજમો નાખો.
હવે એક નોનસ્ટિકની લોઢીમાં અથવા સાદી લોઢીમાં થોડું તેલ નાખો. ત્યારબાદ પુડાની જેમ પાથરી દો… જેવી રીતે તમે સાદા ચણાના લોટના પુડા બનાવો છો તેવી રીતે આ પુડા બનાવો….
ખાવામાં પણ ટેસ્ટી લાગશે જોડે જોડે હેલ્ધી પણ છે.. જે લોકો ભાજી નથી ખાતા તેની માટે આ રીતે બનાવીને પુડા તૈયાર કરો..
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks