રસોઈ

ઉનાળા સ્પેશિયલ રેસિપી: ગુંદા-કેરીનું અથાણું બનાવવાની સરળ રીત, નોંધી લો અને આજે જ બનાવો

અથાણું એક એવી વાનગી છે, જે દરેક ગુજરાતીને પ્રિયા હોય છે, જેના વિના તેમનું ભોજન શરુ નથી થતું. આપણે ત્યાં જુદા-જુદા પ્રકારના અથાણા બને છે. અને આ બધા જ અથાણા ઉનાળામાં બનાવવામાં આવે છે. ત્યારે આ ઉનાળે અમે તમારા માટે ગુજરાતીઓને પ્રિય એવા ગુંદા-કેરીના અથાણાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ગુંદા પણ કેરીની જેમ ઉનાળાની ઋતુમાં જ મળે છે. રેસિપી અને આજે જ બનાવો ગુંદા-કેરીનું અથાણું –

સામગ્રી

  • કાચી કેરી 250 ગ્રામ
  • ગુંદા 250 ગ્રામ
  • અથાણાં સંભાર 150 ગ્રામ
  • તેલ 300 મિલી
  • મીઠુ 1/2 ચમચી
  • હળદર 1/2

રીત

સૌપ્રથમ કેરી ને છોલી ને છીણી લો પછી એ કેરી ના છીન માં હળદર મીઠુ એડ કરી ન મિક્સ કરી લો પછી એમાં થી પાણી કાળી લો દબાવી ને પછી એક બૉંઉલ માં અથાણાં સાભાર એડ કરો એમાં કેરી નું છીન એડ કરી બરોબર મિક્સ કરો લો પછી ગુંદા ને કટ કરી બીયા કાળી નાખો એ ગુંદા માં કેરી અને અથાણાં સંભાર નું મિક્સર એડ કરો મિક્સ કરી લો પછી તેલ ને ગરમ કરી લો એ તેલ ઠંડુ પડે એટલે એમાં મિક્સ કરી લો અને પછી એક ડબા માં ભરી ને સ્ટોર કરી લો તો તૈયાર છે ગુંદા કેરી નું અથાણું જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks