રસોઈ

ગુજરાતી પાત્રા એક વાર આ રીતે બનાવી જુઓ, એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે..!!

આપણે ગુજરાતીઓનું ભોજન ફરસાણ વિના તો પૂરું જ નથી થતું અને એમાં પણ સવારના નાસ્તામાં કોઈ ગરમગરમ ફરસાણ મળી જાય તો તો દિવસની શરૂઆત જ જોરદાર થાય. પણ દરેક ઘરમાં સવારે ગરમાગરમ ફરસાણો નાસ્તો બનવો શક્ય નથી હોતો કારણ કે આ ફરસાણ બનાવવા થોડા જટિલ હોય છે અને તેને બનાવવા માટે અગાઉથી તૈયારી કરી રાખવી પડે છે. તો આજે તામરી આ સમસ્યાને દૂર કરવા માટે અમે લઈને આવ્યા છીએ ગુજરાતી પાત્રા બનાવવાની એકદમ સરળ રેસિપી, તો નોંધી લો અને આજે જ બનાવો –

પાત્રા બનાવા માટે આપડે જોઈશે –

સામગ્રી

  • પત્તર વેલી ના પાના 10/15 નંગ
  • બેસન 1/2 કપ
  • હળદર પાવડર 1 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા ઝીરું 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ખાંડ 3 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • બેકિંગ સોડા 1/4 ચમચી
  • લીંબુ નો રસ 3 ચમચી
  • પાણી જરૂર મુજબ

*વઘારવા માટે*

  • તેલ 3 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • તલ 1 ચમચી
  • લીમડી ના પતા 3/4 નંગ
  • ખાંડ 1 ચમચી
  • પાણી 2 ચમચી
  • ધાણા ગાર્નીસિંગ માટે

રીત

સૌપ્રથમ પાતારવેલીના પાના ને ધોઈ લો અને એમાં થી એની ડાળખી કાપી લો

પછી એક બૉઉલ માં બેસન એડ કરી એમાં મસાલા એડ કરો પછી એમાં મીઠુ એડ કરી થોડું પાણી એડ કરી મિક્સ કરી લો બઉ પાતળું પણ નઈ કરવાનું પછી એક પાતારવેલી નું પણ લઇ લો એમાં બેસન નું ખીરું લગાવી દો પછી એના પર હજુ એક પાન મૂકી બેસન લગાવો એવી રીતે 3 પાન મૂકી ને કરી દો પછી એને વાળી લો અને વાડતા વાડતા પણ બધી બાજુ બેસન નું ખીરું લગાવી દો પછી એવી રીતે બધા વાળી લો પછી એને સ્ટીમ કરી લો સ્ટીમ થઈ જાયઃ એટલે ઠંડાઃ પાડવા દો પછી એને ગોળ ગોળ પીસ માં કટ કરી લો પછી એક પેન લો એમાં તેલ મૂકી ઝીરું રાઈ એડ કરી એમાં સ્ટીમ કરેલા પતરવેલી એડ કરી મિક્સ કરી લો અને એમાં ખાંડ એડ કરી પાણી એડ કરો ને મિક્સ કરી લો પછી થોડા ક્રિસ્પી થઈ એટલે ધાણા થી ગાર્નીસ કરી ને સર્વ કરો તૈયાર છે પાતારવેલી ના પાના અને તમે તળી ને પણ બનાવી શકો છો આ એક ગુજરાતી નાસ્તો છે જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks