શું તમે ગોળમાંથી બિસ્કિટ ભાખરી ક્યારેય બનાવી છે? તો જાણી લો રેસિપી

0

આપણે રોજરોજ વિચારીએ કે બાળકોને એવો કયો નાસ્તો બનાવીને આપીએ કે જે તેઓ શાળાએ લઇ પણ જાય અને શાળાએથી આવે ત્યારે તેમનો ડબ્બો ખાલી પણ મળે. આમ પણ બાળકોને બધી જ વાનગીઓ નથી ભાવતી હોતી, એટલે તેમને ભાવે એવો જ કોઈ નાસ્તો બનાવી આપવો પડે. તો આજે આવી જ એક રેસિપી હાજર છે તમારા માટે કે જે સરળતાથી બની પણ જશે અને બાળકોને ભાવશે પણ ખરી. આ છે ગોળમાંથી બિસ્કિટ ભાખરી બનાવવાની રીત, એના માટે જોઈશે –

સામગ્રી

  • ગોળ 1 કપ
  • પાણી 1/2 કપ
  • ઘઉં નો કકરો લોટ 1 કપ
  • ઘઉં નો લોટ 1/2 કપ
  • મીઠુ સ્વાદાનુસાર
  • તેલ 2 ચમચી
  • ઘી 3 ચમચી

રીતસૌપ્રથમ એક તપેલી માં ગોળ એડ કરી એમાં પાણી એડ કરી ઓગાળી લો
પછી લોટ બાંધી લો લોટ કઠણ બાંધવો
અને ગોળ વાળું પાણી જ વાપરવું અને લોટ બંધાય જાય એટલે એના ઉપર તેલ એડ કરી મસળી લો પછી ગુલા વાળી ને વણી લો બઉ મોટી ના વણતા નાની વણી લેવી અને ઘી અથવા તેલ માં સેકી લો સર્વ કરો તો તૈયાર છે એક નવો નાસ્તો જરૂર થી બનવજો રેસીપી કેવી લાગી જણાવજો હું આવી નવી નવી રેસીપી લાવતી રઈશ.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here