આપણા તહેવારો રસોઈ

ગણેશ ઉત્સવ સ્પેશિયલ રેસિપી: ગોળ ચુરમાના લાડુ બનાવવાની પરફેક્ટ રીત, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

ગોળ ચુરમાના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. આ એક એવી ભારતીય મીઠાઈ છે કે જે ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ લાડવા ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ચુરમાના લાડવા વિના અધૂરી માનવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશને આ લાડવા ખૂબ જ પસંદ છે.

આ લાડવા ઘઉંના લોટ અને ઘી-ગોળમાંથી બનાવવામાં આવે છે. કેટલાક લોકો આ લાડવા ગોળને બદલે ખાંડ નાખીને બનાવે છે. તેઓ કેટલાક લોકો આ બનાવવા માટે બનતા મુઠીયાને ઘીમાં જ તળે છે. તો નોંધી લો આ રેસિપી અને ગણેશ ચતુર્થીના દિવસે બનાવજો.

સામગ્રી – 

  • ઘઉંનો કકરો લોટ 2 કપ
  • બેસન 3 ચમચી
  • રવો 2 ચમચી
  • તેલ 3 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • ડ્રાય ફ્રૂટ 3 ચમચી
  • ઘી 1/3 કપ
  • ગોળ 3/4 કપ
  • તેલ તળવા માટે

રીત – 

સૌપ્રથમ એક પેન લઇ લો અને એમાં રવો અને બેસનને 2/3 મિનિટ માટે સેકી લો પછી એક બૉઉલ લઇ લો એમાં ઘઉંનો લોટ બેસન રવો મિક્સ કરી લો પછી એમાં તેલ એડ કરી ગરમ પાણી લઇને કઠણ લોટ બાંધી લો પછી ભીના રૂમાલથી ઢાંકી રેસ્ટ આપો 10 મિનિટ માટે પછી એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને મુઠીયાના સેપમાં લોટ હાથથી વાળી લો અને ધીમા ગેસ પર તળી લો અને એવી જ રીતે બધા મુઠીયા તળી લો પછી મુઠીયા તળાઈ જાય પછી થોડા ઠંડા થઈ જાય એટલે મિક્સરમાં પીસી લો અને ચારણી વડે ચાળી લો અને પછી એ લોટમાં ડ્રાય ફ્રૂટ મિક્સ કરી લો અને એક પેનમાં ઘી અને ગોળને ગરમ કરી લો
અને ઘી અને ગોળને મિક્સ કરી લો
ગોળ બરોબર મિક્સ થઈ જાય પછી લોટમાં મિક્સ કરી લો
અને પછી લાડુ વાળી લો અને જો તમને કોરું લાગે તો ઘી ગરમ કરીને એડ કરી શકો છો તો જરૂરથી બનાવજો ગણેશ ચતુર્થી આવે છે.

ગોળ ચુરમાના લાડુ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks