રસોઈ

રોટલાનું ચુરમુ, દેશી છે પણ મોમાં પાણી આવી જાય એટલું સ્વાદિષ્ટ છે, શરત લાગી, ઓછું જ પડશે, નોંધી લો રેસિપી

આપણે બાજરીનો રોટલો તો ખૂબ જ ખાઈએ છીએ, ઘણી વાર આપણે વઘારેલો રોટલો પણ ખાઈએ છીએ. પણ બાળકોને બાજરીનો રોટલો નથી ભાવતો એટલે એમના માટે આપણે અલગથી કોઈ વાનગી બનાવવી પડે છે. પણ જો બાજરીના રોટલામાંથી જ બનાવી શકાય અને બાળકોને તથા મોટા લોકોને પસંદ આવે એવી જ કોઈ વાનગીની રેસિપી જણાવીએ તો. તો આજે હાજર છે રોટલાના ચુરમાની રેસિપી –

સામગ્રી

  • રોટલો 1 નંગ
  • ઘી 2 ચમચી
  • ગોળ 1 વાટકી

રીત

સૌપ્રથમ એક રોટલો લઇ લો રોટલો 1 દિવસ પહેલા બનાવેલો અથવા તો સવારે બનાવેલો સાંજે પણ વાપરી શકો છો અને એને ભૂકો કરી લો હાથથી જ ભૂકો કરવો પછી એક પેન લઇ લો એમાં ઘી એડ કરી ગોળ એડ કરો. ગોળ શેકાય જાય એટલે એમાં રોટલો એડ કરી મિક્સ કરી લો તૈયાર છે ઘી ગોળ રોટલો. આ રીતે બનાવશો તો ખુબ જ ટેસ્ટી લાગશે જરૂરથી બનાવજો હેલ્થી ટેસ્ટી રોટલો વધે તો આ રેસીપી બનાવી જ દેવાની માત્ર 2 જ મિનિટ લાગે છે.

રોટલાનું ચુરમુ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.