રસોઈ

ઘઉંનો ચેવડો બનાવવાની સરળ રીત, એકવાર ખાશો પછી વારંવાર બનાવવાનું મન થશે, નોંધી લો રેસિપી

આપણે ઘઉંની રોટલી ખાધી હશે કે ઘઉંનો ખીચડો હાંધો હશે પણ શું ક્યારેય ઘઉંનો ચેવડો ખાધો છે? આજે હું તમારા માટે એક નવીજ અને કોઈ એ પણ બનાવી નઈ હોઈ એવી રેસીપી લઇ ને આવી છું તો આ રેસીપી બનાવા માટે આપડે જોઈશે –

સામગ્રી

  • ઘઉં 2 કપ જેટલાં
  • પાણી 2 થી 4 કપ
  • તેલ 2 મોટી ચમચી
  • મીઠુ સ્વાદનુસાર
  • બેકિંગ સોડા 1/2 ચમચી
  • પાપડ ખારો 1/4 ચમચી
  • સીંગદાણા 1 ચમચી
  • સૂકું કોપરું 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • લીમડી 3/4 નંગ
  • દાડિયા 3 ચમચી

રીતસૌપ્રથમ ઘઉં ને પાણી માં 2 દિવસ માટે પલાળી લો અને એ સમય માં પાણી 4 થી 5 વખત બદલ તુ રેવાનું
ઘઉં પલળી જાયઃ એટલે એને 2 સિટી વગાડી કુકર માં બાફી લો
પછી કુકર ખોલી ને એમાં બેકિંગ સોડા અને પાપડ ખારો એડ કરી ફરી એક સિટી વગાડી દો
ઘઉં બફાય જાયઃ એટલે એમાં થી પાણી કાળી લો
પછી એને એક કાપડ માં કાળી ને 2 દિવસ સુધી કોરા થવા દો સરસ કોરા થઈ જાયઃ પછી એક પેન લો
એમાં તેલ એડ કરી સેકી લો 6 /7 મિનિટ માટે બરોબર ફૂટી ને ગોળ થઈ જશે પછી એને કાળી લો ફરી એક પેન માં તેલ મૂકી સીંગદાણા એડ કરી એમાં લીમડી સૂકું કોપરું હળદર મરચું એડ કરી ને મિક્સ કરી લો
પછી એમાં સેકેલા ઘઉં એડ કરી મિક્સ કરી લો તો તૈયાર છે નવો એક ઘઉં ને ચેવડો
રેસીપી થોડી લાંબી છે પણ એક વાર બનાવશો તો ભૂલી નઈ શકો એટલે સ્વાદિષ્ટ છે તો જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી જણાવજો.

નોંધ – ઘઉં ને કોરા કર્યા પછી તમે એને સ્ટોર કરી શકો છો અને જયારે ચેવડો બનાવો હોઈ તો બનાવી શકો છો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks