દિવાળી સ્પેશિયલ રેસિપી: ઘઉંના લોટની ક્રિસ્પી અને ટેસ્ટી ચકરી બનાવો એકદમ સરળ રીતે, રેસિપી નોંધી લો આજે જ

1
3

દિવાળી આડે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવે ઘરની સફાઈ બાદ નાસ્તો બનાવવાનો સમાય પણ નજીક જ છે. ત્યારે આજે જોઈએ કે ચકરી કઈ રીતે બને છે. ચકરીના આપણા દેશમાં જુદા-જુદા રાજ્યમાં જુદા-જુદા નામો છે. ગુજરાતમાં એને ચકરી કહેવાય છે, તો મહારાષ્ટ્રમાં ચકલી, જયારે દક્ષિણ ભારતમાં એને મુરુક્કુ કહેવામાં આવે છે. તો ચાલો આજે જોઈએ ઘઉંના લોટમાંથી ચકરી બનાવવાની પરફેક્ટ રીત –

સામગ્રી

  • ઘઉંનો લોટ 2/5 કપ
  • તેલ 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • ગરમ મસાલો 1/4 ચમચી
  • ધાણા ઝીરું 1/4 ચમચી
  • અજમો 1 ચમચી
  • તલ 2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • છાશ 100 મિલી
  • પાણી 1 કપ
  • તેલ તળવા માટે

રીતસૌપ્રથમ એક બૉઉલમાં ઘઉંનો લોટ લઇ લો
અને એક સફેદ કાપડમાં લોટ પાથરી એક પોટલી બાંધી લો
અને પછી એને સ્ટીમ કરી લો
પછી 10-15 મિનિટ સ્ટીમ થયા પછી લોટને કાઢી લો
ઠંડો થાય જાય પછી મિક્સરમાં પીસી લો અને
પછી લોટમાં મરચું, મસાલા, તેલ, મીઠુ, તલ બધું મિક્સ કરીને લોટ બાંધી લો.
બહુ ઢીલો નહિ બાંધવાનો થોડો કઠણ બાંધવો પછી એક ચકરી પાડવાનો સંચો લઇ લો અને ચકરી પાડી લો
અને તેલમાં તળી લો અને થોડી ક્રિસ્પી થઈ જાય
એટલે કાઢી લો તો તૈયાર છે ઘઉંની ચકરી દિવાળી આવી રહી છે નાસ્તો બનાવવો પડશે તો બનાવો ઘઉંના લોટની ક્રિસ્પી અને ટેસ્ટી ચકરી

ક્રિસ્પી અને ટેસ્ટી ચકરી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.