રસોઈ

એકદમ ટેસ્ટી અને તીખું ગલકાનું શાક, બનાવો એક નવા સ્વાદમાં, નોંધી લો રેસિપી

ગલકાનું બીજું નામ છે તુરીયા અને તેને દક્ષિણ ભારતમાં ગિલકી પણ કહેવામાં આવે છે. આપણા ઘરોમાં લગભગ આ શાક બનતું જ હશે. આ શાકને અંગ્રેજીમાં Sponge gourd કહેવાય છે. આ શાકભાજી આપણા સ્વસ્થ માટે ઘણું ફાયદાકારક હોય છે. ત્યારે આજે આપણે આને એક અલગ રીતે બનાવવાની રેસિપી નોંધીશુ –

ગલકાનું શાક બનાવવા માટે જોઈશે – 

સામગ્રી

 • ગલકા 500 ગ્રામ
 • તેલ 2 ચમચી
 • ઝીરું 1 ચમચી
 • લસણ મરચાની પેસ્ટ 1 ચમચી
 • હિંગ ચપટી
 • લાલ મરચું 1 ચમચી
 • હળદર 1/2 ચમચી
 • ધાણા ઝીરું 1 ચમચી
 • ગરમ મસાલો 1/5 ચમચી
 • મીઠુ સ્વાદાનુસાર
 • ટામેટા 1 નંગ
 • પાણી જરૂર મુજબ

રીત

સૌપ્રથમ ગલકાને સમારી લો પછી એને ધોઈ લો એક પેન લઇ એમાં તેલ ગરમ કરવા મુકો ઝીરું એડ કરી એમાં મરચા લસણની પેસ્ટ એડ કરો અને સાંતળી લો પછી એમાં ગલકા એડ કરી મિક્સ કરી લો પછી એમાં લાલ મરચું હળદર અને ધાણા ઝીરું એડ કરી મિક્સ કરી લો અને થવા દો પછી એમાં ટામેટા એડ કરી ગરમ મસાલો મીઠુ એડ કરી મિક્સ કરી લો અને ઢાંકી દો થોડી વાર થઈ એટલે એમાં જરૂર મુજબ પાણી એડ કરો રસો વધારે જોઈતો હોય તો પાણી વધુ એડ કરો શાક ચડી જાય એટલે એને ખીચડી સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગશે જરૂરથી બનાવજો

ગલકાનું શાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks