ઉપવાસ સ્પેશિયલ વાનગી: ફરાળી સેન્ડવિચ ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત, નોંધી લો અને આ વ્રતમાં બનાવો

0

હવે ઉપવાસની ઋતુ શરુ થવા જઈ રહી છે ત્યારે પછી ચાર-ચાર મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજનું એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આવા લોકો માટે અહીં લઈને આવ્યા છીએ ઉપવાસ સ્પેશિયલ ફરાળી વાનગીઓ બનાવવાની રેસિપી, તો આજે જાણો કરી રીતે બને છે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી સેન્ડવીચ ઢોકળા –

સામગ્રી

  • મોરયો 2 કપ
  • દહીં 1/2 કપ
  • પાણી 1/2 કપ

ચટણી બનાવા માટે

  • ધાણા 1 કપ
  • આદુ 2ઇંચ
  • લીલા મરચા 3નંગ
  • ઝીરું 1/2 ચમચી
  • તલ 1/2 ચમચી
  • સીંગદાણા 1 ચમચી
  • મીઠુ 1/2 ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • પાણી 3 ચમચી
  • બેકિંગ સોડા 1/2 ચમચી

વઘાર કરવા માટે

  • તેલ 2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • લીલા મરચા 3 નંગ
  • ધાણા 2 ચમચી

રીત સૌપ્રથમ એક બૉઉલ માં મોરિયો એડ કરી એમાં અડધો કપ દહીં અને પાણી મિક્સ કરી એડ કરો અને 15 મિનિટ રેસ્ટ આપો ત્યાં સુધી ચટણી બનાવી લો મિક્સર માં ધાણા મરચા આદુ ઝીરું સીંગદાણા તલ લીંબુ નો રસ એડ કરી મિક્સર માં પીસી લો પછી જે બેટર તૈયાર કર્યું છે એમાં બેકિંગ સોડા એડ કરી 2 ચમચી પાણી એડ કરો અને મિક્સ કરી દો પછી એક લેયર એડ કરી 7 મિનિટ સ્ટીમ કરી લો પછી ચટણી માં 2 ચમચા બેટર એડ કરી એ લેયર પાથરી દો પછી ફરી 3/4 મિનિટ સ્ટીમ કરો પછી ફરી એક લાસ્ટ લેયર પાથરી લો અને ફરી 7 મિનિટ સ્ટીમ કરી લો પછી થાય જાય એટલે ગેસ બંદ કરી લો અને ચપું નાખી ને જોઈ લો છોટા વગર આવે એટલે સમજી જવાનું કે ઢોકળા થાય ગયા છે પછી ઝીરું લીલા મરચા એડ કરી વઘાર કરી એના ઉપર પાથરી પછી ધાણા એડ કરી દો અને કટ કરી લો પછી સર્વ કરો અને મજા માનો ગરમ ગરમ રેસીપી જરૂરથી બનાવજો અને કેવી લાગી જાનવજો

ગૌરી વ્રત સ્પેશ્યલ ફરાળી શીંગ પાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here