ઉપવાસ સ્પેશ્યલ વાનગી: ટેસ્ટી ફરાળી પેટીસ બનાવવાની રેસિપી, નોંધી લો અને આ વ્રતમાં બનાવો

0

ચતુર્માસ શરુ થઇ રહયા છે ત્યારે હવે ચાર મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે આ ઉપવાસની સીઝનમાં ઉપવાસ કરનાર લોકો ફરાળી વાનગીઓ જ ભોજનમાં લેશે. ત્યારે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજ એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આવા લોકો માટે અહીં લઈને આવ્યા છીએ ઉપવાસ સ્પેશિયલ ફરાળી વાનગીઓ બનાવવાની રેસિપી, તો આજે જાણો કરી રીતે બને છે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી પેટીસ –

સામગ્રી

ફીલિંગ બનાવા માટે

  • બાફેલા બટાકા 1/2 કપ
  • કાજુ 1 ચમચી પીસેલા
  • વરીયાળી પાવડર 1/2 ચમચી
  • તલ 1/2 ચમચી
  • સીંગદાણા પાવડર 2 ચમચી
  • નારિયળ નું છીણ 2 ચમચી
  • મીઠુ ફરાળી 1/2 ચમચી
  • લીલા મરચા આદુ ની પેસ્ટ 1 ચમચી
  • દરેલી ખાંડ 1/2 ચમચી
  • ધાણા 2 ચમચી

લોટ બાંધવા માટે

  • બાફેલા બટાકા 2 કપ
  • આરા નો લોટ 3 chmch
  • મીઠુ 1/4 ચમચી
  • તેલ 1 ચમચી
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ બાફેલા બટાકા લઈલો અને ઠંડા પડે એટલે છીણી લો પછી એમાં કાજુ વરીયાળી તલ સીંગદાણા નો પાવડર એડ કરો અને નારિયેળ નું છીણ એડ કરો મીઠુ આદુ મરચા ની પેસ્ટ ખાંડ ધાણા એડ કરી મિક્સ કરી લો અને ગોળ ગોળ બોલ વાળી લો અને પછી ફરી એક બૉઉલ લઇ લો અને એમાં બાફેલા બટાકા એડ કરો અને એમાં આરા નો લોટ મીઠુ એડ કરો અને તેલ એડ કરી લોટ બાંધી લો અને હાથ થી નાની પુરી જેવું બનાવી એમાં ગોળ બોલ એડ કરી ગોળ કરી લોપછી એને આરા માં રગદોડી દો અને તળી લો સેજ લાલ પડે એટલે કાળી લો તૈયાર છે ઉપવાસ માં ખવાતી પેટીસ આ ઉપવાસ ની સીઝન માં જરૂર થી બનવજો અને પસંદ આવે તો

ફરાળી પેટીસ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.