રસોઈ

ક્લિક કરીને વાંચો ફણગાવેલા મગના રસાવાળા શાકની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી, જોઇને બનાવો ને ખવડાવો તમારા પરિવારજનોને

આપણે રોજ વિચારીએ અને રોજ આપણી એક જ દુવિધાઓ હોય છે કે રોજ રોજ શું બનાવવું, જે પરિવારના બધા જ સભ્યોને પણ ભાવે. દરેક સ્ત્રી આખો દિવસ આ જ વિચારી રહી હોય છે, કે સવારે નાસ્તામાં શું બનાવવું, ટિફિનમાં શું બનાવવું, જો ઓફિસમાં હોય તો પણ તેના મનમાં આ સવાલ તો ફરતો જ હોય કે રત્ન જમવામાં શું બનાવવું, તો આજે તમારા માટે હાજર છે એક નવી રેસિપી, જે ઝટપટ ફટાફટ બની જશે. ફણગાવેલા મગનું રસાવાળું શાક –

સામગ્રી:

  • ફણગાવેલા મગ 1 નાનો બાઉલ
  • તેલ 2 ચમચી
  • ડુંગળી 1 નંગ
  • ટામેટા 1 નંગ
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા ઝીરું 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મીઠુ સ્વાદનુસાર
  • ઝીરું 1 ચમચી
  • પાણી 1 કપ
  • ધાણા ગરણીસિંગ માટે

રીત:

સૌપ્રથમ એક કુકર લો એમાં તેલ એડ કરી ઝીરું એડ કરો પછી એમાં ડુંગળી અને મરચાં ની પેસ્ટ એડ કરી સાંતળી લો

પછી એમાં મસાલા એડ કરો અને ટામેટું એડ કરી મિક્સ કરી લોપછી એમાં ફણગાવેલા મગ એડ કરી મિક્સ કરી લો પછી એમાં મીઠુ એડ કરો અને એક કપ જેટલું પાણી એડ કરો અને મિક્સ કરી લો પછી 3 કુકર ની સિટી મારી લો તૈયાર થઈ જશે ફણગાવેલા મગ નું રસ વાળું શાક અને ધાણા થી ગાર્નીસ કરી સર્વ કરોરેસીપી જરૂર બનાવજો સારી લાગે તો અમને જણાવજો
રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks