ઉનાળા સ્પેશિયલ રેસિપી: ઘરે બનાવો દૂધમાંથી માવા કુલ્ફી, ખુબ જ ઓછા સમય બની જશે

0
Ads

ઉનાળાની બળબળતી ગરમીમાં જો માવા કુલ્ફી મળી જાય તો મજા જ પડી જાય છે. માવા કુલ્ફી એવી વાનગી છે કે જે બધાને જ ભાવે છે. દૂધ અને સૂકા મેવાથી બનેલી આ માવા કુલ્ફી બાળકોની સાથે સાથે મોટેરાઓને પણ ખાવાની મજા આવે છે. બજારમાં ઉપલબ્ધ બીજા આઇસક્રીમ કરતા માવા કુલ્ફી વધુ ટેસ્ટી અને મજેદાર લાગે છે. ત્યારે આજે અહીં તામ્ર માટે ઘરે જ માવા કુલ્ફી બનાવી શકો એ માટે માવા કૂલ્ફીની રેસિપી હાજર છે. નોંધી લો રેસિપી, દૂધમાંથી કુલ્ફી બનાવવાની…

દૂધમાંથી કુલ્ફી બનાવવા માટે આપડે જોઈશે –

સામગ્રી

  • દૂધ 1 લિટર
  • કોન્ફ્લોર 4 ચમચી
  • ખાંડ 1/2 કપ
  • પિસ્તા ની કતરણ 4 ચમચી

રીત

સૌપ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકી દો અને કોન્ફ્લોઅર માં 3 ચમચી દૂધ રેડી સલરી બનાવી લો બાજુ પર મૂકી દો પછી દૂધ ને ગરમ થવા દો અને ઉભરો આવે એટલે એમાં ખાંડ એડ કરી કૉંફલૉર ની સલરી એડ કરી મિક્સ કરી લો પછી એમાં પિસ્તા ની કતરણ એડ કરો મિક્સ કરી લો અને દૂધ ને 4 મિનિટ સુધી ધીમા ગેસ થવા દો પછી દૂધ ને ઠંડુ કરી લો અને તમને લાગે તો બીજી પિસ્તા ની કતરણ એડ કરી શકો છો તમને ભાવે તો પછી એને કુલ્ફી ના મોલ માં અથવા તો પેપર ગ્લાસ માં મિશ્રણ રેડી ને 9 કલાક માટે ફિઝ માં મૂકી દો અને મોલ માં રેડ્યાં પછી એના ઉપર સિલ્વર પેપર થી ફિટ કરી દો જેથી આપડી કુલ્ફી ક્રિમી બને અને બરફ ના જામે તો આજેજ બનાવો કુલ્ફી અને તમારા બાળકો ને ખવડાવો ખુબજ મજા આવશે એ લોકો બહાર ની કુલ્ફી પણ ભૂલી જશે રેસીપી ગમે તો અમને જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.