દૂધીના મુઠીયા એક નવા સ્વાદમાં, એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

0

ગુજરાતી પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો એટલે દૂધીના મુઠીયા. બીજા બધા ગુજરાતી નાસ્તા કરતા આ વધુ હેલ્ધી હોય છે કારણ કે આ તળીને બનાવવામાં નથી આવતા પણ આને બાફવામાં આવે છે. આમાં દૂધી હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી સારી હોય છે. તેને બાફીને પછી તલ અને રાઈ સાથે વધારવામાં આવે છે. અને એટલે જ તે બહારથી થોડા બ્રાઉન અને થોડા ક્રિસ્પી થાય છે. આને સવારે કે સાંજે નાસ્તામાં બનાવવામાં આવે છે. બાળકોને ડબ્બામાં ભરીને પણ આપી શકાય છે. એમ તો મુઠીયા ઘણા પ્રકારના બને છે, પણ દૂધીના મુઠીયા વધુ પ્રખ્યાત છે. તો આજે નોંધી લો દૂધીના મુઠીયા બનાવવાની રેસિપી –

સામગ્રી – 

  • કણકી કોરમુ 1 કપ
  • ઘઉંનો લોટ 1/2 કપ
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ઝીરું 1/2 ચમચી
  • આદુ લસણ મરચાની પેસ્ટ 1 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • દૂધી 1 કપ
  • ધાણા 2 ચમચી
  • બેકિંગ સોડા 1/4 ચમચી
  • તેલ 1 ચમચી
  • છાસ 3 ચમચી
  • ખાંડ 1 ચમચી

વઘાર કરવા માટે – 

  • તેલ 3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • અજમો 1/4 ચમચી
  • લસણ આખું 1 ચમચી
  • તલ 2 ચમચી
  • લાલ મરચું 1/4 ચમચી

રીત – 

સૌપ્રથમ એક વાસણ લઇ લો પછી એમાં ઘઉં અને કણકી કોરમાનો લોટ મિક્સ કરી લો પછી એમાં મરચું મસાલા એડ કરી બરોબર મિક્સ કરી લો પછી દૂધી એડ કરી છાશ એડ કરી મિક્સ કરી લો અને લોટ બાંધી લો લોટ બંધાય જાય એટલે એને 3/4 મિનિટ રેસ્ટ આપો પછી એને હાથ વડે સેપ આપી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો સ્ટીમ થઈ જાય એટલે એને નાના નાના સેપમાં કટ કરી લો અને પછી એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને રાઈ ઝીરું તલ લસણ વઘાર કરી મુઠીયા એડ કરી મિક્સ કરી લો અને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો અને મુઠીયાને ચા કોફી દૂધ સાથે ખાવાની ખુબ જ મજા આવશે નાસ્તામાં જરૂરથી બનાવજો.

દૂધીના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here