રસોઈ

જો તમારે પણ જાણવું છે ઢાબા સ્ટાઈલ છોલે ચણા બનાવવાનું રાઝ, તો હાજર છે અહીં, નોંધી લો રેસિપી

સ્વાદમાં ખુબ જ લાજવાબ તથા ખુબજ સરળતાથી અને જલ્દી જલ્દી બની જતી પંજાબની આ પસિદ્ધ વાનગી, જેને આપણે ઘણી વાર ઢાબા પર ખાવા જવાનું વધારે પસંદ કરીયે છીએ. જેને આપણે ઘરે પણ બનાવીએ છે પણ ઢાબા જેવો સ્વાદ નથી આવતો. ફક્ત ૧ જ વાર આ રીતથી છોલે બનાવ્યા પછી બીજી બધીજ રીતે બનાવવાનું ભૂલી જશો. તો ચાલો આપણે છોલે બનાવવાની રીત જોઈએ.

સામગ્રી

 • ૨૦૦ ગ્રામ કાબુલી ચણા
 • ૪ નંગ ટામેટા ની પેસ્ટ
 • ૨ નંગ ઉભા સમારેલા મરચાં
 • ૨ થી ૩ ચમચી તેલ
 • ૧/૨ વાડકી ધાણા
 • ૨ ચમચી ચા પટ્ટી
 • ૧.૫ ચમચી મીઠુ (સ્વાદ અનુસાર)
 • ૧/૪ ચમચી ખાવાનો સોડા (ચપટી)
 • ૧ ચમચી ધાણજીરૂ પાઉડર
 • ૧/૨ ચમચી આદુની પેસ્ટ
 • ૧/૨ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
 • ૧/૪ લાલ મરચું (સ્વાદ અનુસાર)
 • ૧/૪ ગરમ મસાલો
 • ૧ ચમચી છોલે નો મસાલો
 • ૧ ચમચી કસ્તુરી મેથી

રીત:

ચણાને એક રાત પલાડીને રાખવા. (૮થી ૧૦ કલાક) કુકરમા ૧.૪ કપ પાણી લો પછી તેમાં ૧ ચમચી મીઠું અને ૧/૪ ચમચી ખાવાનો સોડા નાખીને ચણાને બાફવા મૂકો.હવે છોલેમા કલર લાવવા માટે ૨ ચમચી ચા પત્તીની એક પોટલી બનાવી લો અને તેને કુકરમા ચણાની સાથે મૂકી દો. હવે ચણાને એક સિટી વાગે ત્યાં સુધી બાફવા દો. (સિટી વાગ્યા પછી ૫ થી ૭ મિનિટ કુકરને બંધ રાખીને બાફવા દો)હવે એક કઢાઈમાં ૨થી ૩ ચમચી તેલ નાખી તેલ ગરમ થવા દો. ત્યાર બાદ તેમા જીરું, કસ્તુરી મેથી, આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, ધાણાજીરુંનો પાઉડર અને ટામેટાની પેસ્ટ નાખીને બધાજ મસાલાને હલાવી લો. (સામગ્રીમા માપ જણાવ્યું છે તે મુજબ મસાલા નાખવા)ત્યારબાદ તેમા લાલ મરચું, છોલેનો મસાલો નાખીને તેમાથી તેલના છૂટે ત્યા સુધી હલાવો. હવે તેમાં સ્વાાનુસાર મીઠું નાખી લો. હવે બધા જ ચણાને મસાલામા નાખી લો અને પછી તેમાં ગરમ મસાલો નાખો.

કઢાઈને ૩ થી ૪ મિનિટ ઢાંકી દો અને ત્યાર બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે છોલે ચણા… છેને એકદમ સરળ અને જલ્દી જલ્દી બની જાય તેવી રીત. નોધ : ચણા બફાય જાય પછી કુકરમાંથી ચા પત્તીની પોટલી કાઢી લેવી

Author: GujjuRocks Team (ખ્યાતિ પટેલ) 
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks