રસોઈ

ઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે તંદુર વગર; દાલ બાટી બનાવવાની એક નવી રીત

આપણે ત્યાં અવારનવાર ઘરોમાં એવી જ ચર્ચાઓ થતી રહેતી હોય છે કે રોજ-રોજ શેનું શાક બનાવવું, આજે કયું શાક ખાશો, અરે શાક લેવા જવું પડશે, અને વગેરે… વગેરે… ત્યારે આવી સમસ્યાનું સમાધાન લઈને આજે અમે તમારી માટી દાળબાટી બનાવવાની રીત લઈને આવ્યા છીએ, અને બાટી પણ તંદૂર કે ઓવન વિના બની શકે એવી રીત લઈને આવ્યા છીએ, તો હવે રાહ જોયા વિના નોંધી લો ટેસ્ટી દાળબાટી બનાવવાની રીત –

સામગ્રી

 • મગ દાળ 1/2 કપ
 • તુવેર દાળ 3 ચમચી
 • ચણા દાળ 2 ચમચી
 • ઘઉંનો લોટ 2 કપ
 • રવો 1/4 કપ
 • અજમો 1/4 ચમચી
 • મીઠુ 1 ચમચી
 • જીરું 1/4 ચમચી
 • હળદર 1/5 ચમચી
 • ખાવાનો સોડા ચપટી
 • ઘી 4 ચમચી
 • પાણી થોડું ગરમ

દાળને બાફતી વખતે

 • હળદર 1/2 ચમચી
 • મીઠુ 1 ચમચી
 • પાણી 2 કપ
 • ઘી 1 ચમચી

દાળને વઘાર કરતી વખતે

 • તેલ 2 ચમચી
 • જીરું 1 ચમચી
 • લસણ 2/3 નંગ
 • લીલા મરચા 2/3 નંગ
 • લીમડીના પતા 5/6 નંગ
 • સૂકા મરચા 1 નંગ
 • હિંગ ચપટી
 • ડુંગળી 1 નંગ
 • હળદર 1/2 ચમચી
 • લાલ મરચું 1 ચમચી
 • ધાણા જીરું 1 ચમચી
 • ટામેટું 1 નંગ
 • ગરમ મસાલો 1 ચમચી
 • મીઠુ 1 ચમચી
 • ધાણા ગાર્નીસિંગ માટે
 • ઘી બાટીને શેકવા માટે

રીત

સૌપ્રથમ 3 જાતની દાળ લઇ લો અને એને પલાળી લો પછી બાટી માટે લોટ બાંધી લો એક વાસણમાં ઘઉંનો લોટ લઇ લો એમાં જીરું, અજમો, મીઠુ, હળદર, સોડા એડ કરી મિક્સ કરી અને ઘી એડ કરવાનું છે અને થોડા હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધી લો કઠણ પણ નહિ અને ઢીલો પણ અહીં એવી રીતે લોટ બાંધી લો પછી દાળને બાફવા મૂકી દો બાફતી વખતે હળદર, મીઠુ, ઘી અને પાણી એડ કરી બાફી લો પછી લોટને મસળી લો અને બાટી માટે મસળીને બનાવી લો અને એકબાજુ પાણી ઉકળવા મૂકી દો અને એક પછી બાટી એડ કરતા જાવ અને બફાય જાય એટલે ઑટોમૅટિક ઉપર આવી જશે અને થોડી ક્રેક પડવા માંડશે એટલે સમજી જવું કે બાટી તૈયાર થઈ ગઈ છે. બાટી તૈયાર થઈ જાય એટલે એને ઠંડી પડવા માટે મૂકી દો પછી એને કટ કરી લો અને પછી શેકી લો એક પેનમાં ઘી લઇ લો અને બાટીને શેકી લો બધી બાજુથી શેકી લો 7/8 મિનિટમાં શેકાઈ જશે

દાળ

હવે આપણે દાળને વઘારી લઈએ દાળને વધારવા માટે એક પેનમાં તેલ લઇ લો એમાં જીરું એડ કરી લસણ, મરચા અને ડુંગળી એડ કરી મિક્સ કરી લો અને પછી મસાલા એડ કરી બરોબર મિક્સ થઈ જાય એટલે દાળ જે બાફેલી છે એ એડ કરી મિક્સ કરી લો અને 2 કપ જેટલું પાણી એડ કરી મિક્સ કરી 5/6 મિનિટ ઉકળવા દો અને છેલ્લે ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો અને ધાણથી ગાર્નિશ કરી લો અને દાળ બાટને સર્વ કરો ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવશે તૈયાર છે એક નવી જ રીતે દાળ બાટી આ રેસીપી જરૂરથી બનાવજો

દાળ બાટી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.