રસોઈ

રેસિપી નોંધી લો દહી ભીંડીની અને આજે જ બનાવો…એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

હાઇ ફે્ન્ડસ,કેમ છો?
તમે બઘા ભીંડાને અલગ અલગ રીતે બનાવતા જ હશો. આજે હુ આવી જ એક ભીંડાની અલગ રેસીપી લઈને આવી છુ. તો આજે જ ટા્ય કરો આ રેસીપી.

સામગી્:

 • ભીંડા-1 બાઉલ
 • દહીં-1 બાઉલ
 • ડુંગડી-1 નંગ
 • આદુ-અડધો ટુકડો
 • લીલુ મરચુ-1 નંગ
 • લસણ-4-5 કડી
 • અજમો-1 ટી સ્પૂન
 • જીરૂ-1 ટી સ્પૂન
 • સૂકી મેથી-હાફ ટી સ્પૂન
 • મીઠો લીમડો-4-5 પાન
 • હીંગ-હીફ ટી સ્પૂન
 • તેલ-2 ટેબલ સ્પૂન
 • લાલ મરચુ-1 ટી સ્પૂન
 • હડદર-1 ટી સ્પૂન
 • ધાણાજીરૂ-1 ટી સ્પૂન
 • ગરમ મસાલો-1 ટી સ્પૂન
 • કસુરી મેથી-1 ટી સ્પૂન
 • મીઠુ-સ્વાદ મુજબ
 • કોથમીર-ગાનૅીશીંગ માટે

રીત:
ભીંડાને એક ઈંચના કટકા કરીને સમારી લો.

પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ મૂકીને વઘાર આવે એટલે અજમો ઉમેરો.

સમારેલા ભીંડા ઉમેરીને ચડવા દો.1 ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરવો જેથી ચિકાશ નહીં રહે. કોઇ મસાલો અત્યારે કરવાનો નથી અને ઢાંકણ ઢાંકવું નહીં. તેનાથી ભીંડામાં પાણી થશે. પેનમાં તેલ મુકીને ડુંગડી,આદુ અને મરચાને 5 મિનિટ માટે સાંતડી લો.

ઠંડુ થાય એટલે મિક્સરમાં ગે્વી બનાવી લો. પેનમાં તેલ અથવા બટર મૂકીને વધાર આવે એટલે જીરૂ,સૂકી મેથી, મીઠો લીમડો અને હીંગ ઉમેરીને તૈયાર કરેલી ગે્વી ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી મિડિયમ આંચ પર રાખવુ.

તેલ છૂટે એટલે તેમાં દહીં અને બીજા મસાલા ઉમેરીને મિક્સ કરો.

સરખુ મિક્સ થાય એટલે તેમાં સાંતડેલા ભીંડા ઉમેરીને મિડિયમ આંચ પર કસૂરી મેથી ઉમેરીને ઢાંકીને 2 મિનિટ રાખો.

થઇ જાય એટલે કોથમીરથી ગાનૅીશ કરીને સવૅ કરો.

તૈયાર છે પંજાબી સ્ટાઈલમાં દહીં ભીંડી જેને તમે ગરમાગરમ પરોઠા કે નાન સાથે એન્જોય કરી શકો છો.
કમેન્ટસમાં જરૂર જણાવજો કે તમને રેસીપી કેવી લાગી.

કિવ્ક રીકેપ:

Author: Bhumika Dave GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks