રસોઈ

ખાવાના રસિલાઓ માટે સ્પેશિયલ નાસ્તો – ક્રિસ્પી મેગી ભેલ, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો

રોજ બપોર થાય અને મોટાઓ તેમજ નાના બાળકોને નવું નવું ખાવાની ખૂબ જ ઇચ્છા થાય છે. એવા સમયે અવશ્ય વિચાર આવે રોજ તો નવું શું બનાવવું? કશું જલ્દી સુજે ના એટલે મોટે ભાગે લોકો મેગી બનાવી દે. મેગી તો આપણે ખાતા જ હોઈએ છીએ. પરંતુ સ્વાદના રસિયાઓ માટે દિલ ખુશ કરી દે તેવો મેગીનો ખૂબ જ ચટપટો નાસ્તો બનાવવાની રીત જોઈશું.

Image Source

સામગ્રી

 • ૧ ચમચી તેલ
 • ૩ ચમચી પાણી
 • ૨નંગ જીનું સમારેલું ટમેટું
 • ૧નંગ જીણી સમારેલી ડુંગળી
 • ૧ નંગ ઝીણું સમારેલું લીલું મરચું
 • ૧ ચમચી ઝીણા સમારેલા ધાણા
 • ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
 • ૧ ચમચી મેગી નો મસાલો
 • ૨ ચમચી ટામેટાનો સોસ
 • અડધું લીંબુ
 • મીઠું સ્વાદાનુસાર
 • મેગી નૂડલ્સ ૨ પેકેટ (rs ૧૨/-)

રીત

Image Source
 • સૌપ્રથમ એક કઢાઈ લો. તેમાં મેગી નૂડલ્સનો ભૂકો કરીને શેકાવા માટે મૂકો. (જેનાથી મેગી ક્રિસ્પી બને)
 • હવે તેમાં એક ચમચી તેલ નાખી હલાવતા રહો.
 • મેગીનો કલર ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહો. (૩ થી ૪ મિનિટ)
 • અમુક મેગીનો કલર ગોલ્ડન ન થયો હોય તો તેમાં 3 ચમચી પાણી નાખીને તરત ઢાંકી દો. ૧ મિનિટ પછી ફ્લેમ બંધ કરી દો.
 • હવે મેગીને એક મોટા વાટકામાં કાઢી લો. ત્યારબાદ તેમાં જીની સમારેલી ડુંગળી, ટામેટુ, મરચા, ૧ ચમચી ટામેટાનો સોસ અને ધાણા એડ કરો.
 • ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ ૧ ચમચી, મેગીનો મસાલો ૧ ચમચી, સ્વાદ અનુસાર મીઠું અને અડધું લીંબુ નિતારી લો હવે આ બધી જ વસ્તુને બરાબર હલાવી લો.

તો? કેવી લાગી રીત? રીત જોઈને જ બનાવવાનું મન થઇ ગયું ને? તો બનાવો આજે જ… અને હા, પ્રિયજનો સાથે શેર કરવાનું ભુલતા નહી હો.

Author: GujjuRocks Team – ખ્યાતિ પટેલ
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks