રસોઈ

કોકોનટ લડ્ડુ, આ તહેવારમાં ઘરે જ બનાવો અને ભગવાનને પ્રસાદમાં ધરાવો, નોંધી લો રેસિપી

હાઇ ફેન્ડસ, કેમ છો?
બહુ ટાઈમ પછી તમારા માટે એકદમ યુનીક અને ટેસ્ટી રેસીપી લઈને આવી છુ જે તમે આ તહેવારમાં ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકો છો અને ગેસ્ટ માટે પણ બનાવી શકો છો અને ખુબ જ ઓછી સામગ્રી અને ઓછા ટાઈમમાં બની જાય છે. તો નોંધી લો મારી આ રેસીપી અને બનાવીને કૉમેન્ટ્સ જણાવજો કે કેવી લાગી.

સામગ્રી:

  • લીલુ/સૂકુ કોપરાનુ છીણ – 1 કપ
  • ખાંડ – 1/2 (અડધો કપ)
  • દૂધ – 1/4 (પા) કપ
  • ઘી – 1 ટેબલ સ્પૂન
  • ઈલાયચી પાઉડર – 1 ટી સ્પૂન
  • બદામ/પીસ્તા – ગાર્નિશિંગ માટે

રીત:

લીલા કોપરાના 1 ઈંચ જેટલા કટકા કરીને મિક્સરમાં ક્રશ કરી લેવા.પેનમાં ઘી ગરમ થાય એટલે કોપરાનુ છીણ ઉમેરીને 2 મિનિટ સાંતડો એટલે મોઈશ્ચર ના રહે. તેમાં દૂધ અને ખાંડ ઉમેરીને ઘી છૂટે ત્યાં સુધી મિડિયમ આંચ પર હલાવો.

ઘી છૂટે એટલે ગેસ બંધ કરીને ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં પાથરીને ઠંડો થવા દો. ઠરી જાય એટલે લાડુનો શેઇપ આપીને બદામ અથવા પીસ્તાથી ગાર્નિશ કરો.
જો તમારે બરફીના પીસ કરવા હોય તો કલાક માટે ફ્રિજમાં મૂકી દો પછી કાઢીને પીસ કરો.

Author: Bhumika Dave GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks