બાળકોને ખાવી ભાવે એવી ચોખાના લોટની ક્રિસ્પી રિંગ, નોંધી લો રેસિપી અને આજે જ બનાવજો

0

આપણા બાળકોને બહારનું ખાવાનું વધારે ભાવે અને ઘરે બનેલો નાસ્તો ઓછો ભાવે. ત્યારે આપણી માટે પણ તેમને પૌષ્ટિક આહાર આપવો મુશ્કેલ થઇ બને છે. એટલે આપણે ઘરે જ એવો નાસ્તો બનાવવો પડે છે કે જે બહાર બજારમાં મળતો હોય છે. પણ ઘણીવાર આપણે એ પ્રકારનો નાસ્તો બનાવી શકતા નથી. તો આજે તમારી આ સમસ્યાનો હલ લઈને આવ્યા છીએ, ચોખાના લોટની ક્રિસ્પી રિંગ. તો નોંધી લો ચોખાના લોટની ક્રિસ્પી રિંગ બનાવવાની રેસિપી અને આજે જ બનાવો –

સામગ્રી

  • પાણી 2 કપ
  • ચોખાનો લોટ 1 કપ
  • તેલ 1 ચમચી
  • લીલા મરચા 2 નંગ
  • ઝીરું 1 ચમચી
  • ધાણા 2/4 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે

રીત: સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મુકો પછી એમાં એક ચમચી તેલ એડ કરો પછી એમાં લીલા મરચા, મીઠુ, ઝીરું અને ધાણા એડ કરી મિક્સ કરી લો પછી ચોખાનો લોટ એડ કરી મિક્સ કરી લો મિક્સ થઈ જાય એટલે જો જરૂર પડે તો પાણી એડ કરવું પછી એને એક બૉઉલમાં કાઢી લો પછી થોડો લુવો લઇ લો મસળીને રિંગ બનાવી લો બધી રિંગ બની જાય એટલે તેલ ગરમ કરવા મુકો અને પછી તેલમાં તળી લો તળાયને ઉપર આવી જાય અને થોડો કલર બદલાય એટલે કાઢી લો તૈયાર છે ક્રિસ્પી રિંગ બહારના પેકેટનો નાસ્તો ખાવો એના કરતા ઘરે બનાવેલો આ ક્રિસ્પી નાસ્તો એકદમ ટેસ્ટી લાગશે જરૂરથી બનાવજો આ નાસ્તાને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

ચોખાના લોટની ક્રિસ્પી રિંગ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.