રસોઈ

ખીચું બનાવ્યા વગર અને પાપડ વણવાની માથાકૂટ વગર બનાવો ચોખાના ઇન્સ્ટન્ટ પાપડ, નોંધી લો રેસિપી

આપણને ઘણીવાર દાળભાતની સાથે ચોખાના પાપડ ખાવાની ઈચ્છા થઇ જતી હોય છે, પણ એવું ઘણીવાર બને છે કે ઘરે ચોખાનાપાડ જ નથી હોતા, ત્યારે આ ઈચ્છાને મારી નાખવાની પડે છે. કારણ કે ચોખાના પાપડ ઘરે બનાવવા એટલે એક ઝંઝટનું કામ બની જાય છે. એક આખો દિવસ થાય છે ત્યારે જઈને આખા વર્ષ માટે તમે ચોખાના પાપડ બનવી શકો છો. તો ચાલો તમારી આ સમસ્યાનું સમાધાન કરી નાખીએ અને તમને ચોખાના ઇન્સ્ટન્ટ પાપડ બનાવવાનું રેસિપી જણાવી દઈએ –

સામગ્રી

  • ચોખા 1 કપ
  • ઝીરું 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • લીલા મરચા 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

રીત

સૌપ્રથમ ચોખાને પલાળી લો ચોખા પલળી જાય એટલે એને મિક્સરમાં પીસી લો એક બૉઉલમાં કાઢી લો એમાં ઝીરું મીઠું અજમો અને જો તીખા બનાવવા હોય તો લીલા મરચા એડ કરવા અને મિક્સ કરીને પાતળું ખીરું બનાવી લો અને એક બાજુ સ્ટીમર સ્ટીમ કરવા મૂકી દો અને એ ખીરું નાની નાની પ્લેટમાં પાથરી દો સ્ટીમ કરી લો મેક્સિમમ 1 મિનિટમાં સ્ટીમ થઈ જશે સ્ટીમ થાય જાય એટલે એક પ્લાસ્ટિકમાં પાથરી દો અને ઘરમાં જ 5/6 કલાક સુકવી લો અથવા જો તાપમાં સુકવતા હોય તો 2 કલાકમાં સુકાય જશે સુકાય જાય એટલે તેલમાં તળી લો તૈયાર છે ચોખાના ઇન્સ્ટન્ટ પાપડ જરૂરથી બનાવજો

ચોખાના ઇન્સ્ટન્ટ પાપડ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.