ગળ્યું કોને નથી ભાવતું, અને એમાં પણ ચોકલેટ કોને નથી ભાવતી? ચોકલેટનું નામ પડે અને બધાના જ મોઢામાં પાણી આવી જાય છે ને! તો ચાલો આજે જોઈશું ચોકલેટના સમોસા બનાવવાની રેસિપી. આનો સ્વાદ વધુ ગળ્યો નથી હોતો પણ ચોકલેટી હોય છે, અને આ એક સારી સ્વીટ ડીશ પણ બની શકે છે. બનાવવાની વિધિ એવી જ હોય છે જેવી સમોસા બનાવવાની હોય છે પણ એમાં ફીલિંગ ચોકલેટ અને પિસ્તાનું હોય છે. આને પહેલા તળવામાં આવે છે, પછી ચાસણીમાં નાખીને સર્વ કરવામાં આવે છે.

સામગ્રી –
- મેંદો – 2 કપ
- ડાર્ક ચોકલેટ – 2 કપ
- ઘી – 4 ટેબલ સ્પૂન
- તેલ – તળવા માટે
- પિસ્તા – ઝીણા કાપેલા – 2 ટેબલ સ્પૂન
- દળેલી ખાંડ – 6 ચમચી
- પાણી – જરૂર પ્રમાણે
- ખાંડ – 2 કપ

રીત –
- એક વાસણમાં મેંદો, ઘી અને 4 ટેબલ સ્પૂન દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- આ પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને મીડીયમ કઠણ લોટ બાંધી લો. અને પછી આ લોટને 10 મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો.
- સમોસાની ફીલિંગ બનાવવા માટે ડાર્ક ચોકલેટમાં પિસ્તા અને વધેલી ખાંડ નાખીને મિક્સ કરી લો.
- હવે લોટને બહાર કાઢીને તેના એક સરખા 8 લુવા બનાવો અને રોટલી વાણી લો.
- પછી આ રોટલીઓને વચ્ચેથી કાપી લો. એક રોટલીના અડધા ભાગમાંના ખૂણામાં થોડું પાણી લગાવો અને એક કોનમાં વાળી લો.
- પછી આ કોનમાં ચોકલેટ પિસ્તાવાળું મિશ્રણ ભરો અને સારી રીતે સીલ કરતા એક સમોસાનો આકાર આપી દો.
- એ વાતનું ધ્યાન રાખવું કે સમોસા સાઇડથી ફાટેલા ન હોય એ માટે કિનારીઓ પર પાણી લગાવીને પેક કરવું. બધા જ સમોસા આ રીતે બનાવી લો.

- હવે ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને 2 કપ પાણી નાખીને બે તારની ચાસણી બનાવી લો.
- હવે એક કઢાઈમાં તેલ લઈને ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલા માધ્યમ આંચ પર સમોસાને આછા કથ્થઈ અને કરકરા થાય ત્યાં સુધી તળી લો.
- સમોસાને ટીસ્યુ પેપર પર કાઢી લો. જેથી તેમાંથી વધારાનું તેલ શોષાઈ જાય.
- આ પછી સમોસાને ચાસણીમાં નાખીને સારી રીતે હલાવી લો, જેથી સમોસા પર સારી રીતે ચાસણીની પરત લાગી જાય.
- હવે સમોસાને એક ડીશમાં કાઢો અને એના પર મેલ્ટેડ ચોકલેટ અને ચાસણી નાખીને સર્વ કરો.
તો આ રીતે ઘરે બનાવો ચોકલેટ સમોસા અને અમને જણાવો કે તમને આ સમોસા કેવા લાગ્યા.
બીજી રેસિપી માટે નીચે આપેલ વિડિઓ પણ જોઈ શકો છો:
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.