ઉનાળા સ્પેશિયલ રેસિપી: ચોકલેટ આઇસક્રીમ, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી અને બનાવો આજે જ…

0

હાઈ ફે્ન્ડસ, કેમ છો?
આજે તમારા માટે સમર સ્પેશિયલ રેસીપી લઈને આવી છુ જે તમે હવે ઘરે જ બનાવી શકો છો તે પણ એકદમ બહાર જેવો ટેસ્ટ અને તે પણ ખુબ જ ઓછા ટાઈમમાં. તો એન્જોય કરો સમરને મારી કુલ રેસીપીથી.

સામગ્રી:

  • હેવી ક્રીમ – 2 કપ
  • પાઉડર સુગર (બુરુ ખાંડ) – 3/4 કપ
  • કોકો પાઉડર – 1/2 (અડધો) કપ
  • ઠંડુ દૂધ – 1/2 (અડધો) કપ
  • વેનીલા એસેન્સ – 1 ટી સ્પૂન
  • મીઠુ – 1 ટી સ્પૂન
  • ચોકલેટ ચીપ્સ અને ચોકલેટ સોસ- ગાર્નિશિંગ માટે

રીત:

એક પેનમાં ક્રીમ અને પાઉડર સુગર મિક્સ કરીને બીટરથી 1 મિનિટ માટે બીટ કરો. બીટર ના હોય તો હેન્ડ મિક્સર અથવા મિક્સરમાં કરી શકો છો.

તેમાં કોકો પાઉડર, વેનિલા એસેન્સ ઠંડુ દૂધ અને મીઠુ ઉમેરીને 2 મિનિટ બીટરથી બીટ કરો. થીક કન્સીસટન્સી થાય એટલે એરટાઈટ કન્ટેઈનરમાં ભરીને ફોઇલ પેપરથી કવર કરીને ડીપ ફ્રિજમાં 6-8 કલાક માટે સેટ થવા મૂકી દો. ફોઇલ પેપર મૂકવાથી બરફની કણી નહીં જામે.

6-8 કલાક પછી સેટ થાય એટલે બહાર કાઢીને ચોકલેટ ચીપ્સ અને ચોકલેટ સોસથી ગાર્નિશ કરીને એન્જોય કરો.

તૈયાર છે ડિલિસીયસ હોમમેઈડ ચોકલેટ આઈસકી્મ એ પણ ખૂબ જ ઓછા ટાઈમમાં.
કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

Author: Bhumika Dave GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here