રસોઈ

ગુજરાતીઓ અમૃત સમાન છાશ વગર તો રહી જ ન શકે, તો આજે જ નોંધી લો છાશના આ મસાલાની રેસિપી

ગુજરાતીઓનું જમણ ક્યારેય છાશ વિના પૂરું ન થાય, પછી એ બપોરનું ભોજન હોય કે રાત્રિનું, લગ્નનો જમણવાર હોય કે કોઈ બીજો નાનો-મોટો પ્રસંગ, છાશ વિના તો કોઈ જ જમણવાર પૂરું નથી થતું. છાશના પોતાના સ્વાસ્થ્યને લાગતા ફાયદાઓ પણ છે. એમ કે પાચનક્રિયા માટે છાશ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે. એમાં પણ જો છાશમાં એનો ચટાકેદાર મસાલો નાખ્યો હોય તો મજા જ પડી જાય. અને છાશમાં મસાલો નાખીને પીવાથી છાશના ફાયદાઓ પણ વધી જાય છે. તો આજે જાણીએ કઈ રીતે છાશનો મસાલો ઘરે બનાવી શકાય છે.

સામગ્રી –

 • મીઠું – 250 ગ્રામ
 • સિંધવ મીઠું – 100 ગ્રામ
 • જીરું – 100 ગ્રામ
 • સંચળ – 100 ગ્રામ
 • તજ – 5 ગ્રામ
 • આખા મરી -25-30
 • લવિંગ -15
 • આટલી સામગ્રીમાંથી 500 ગ્રામથી વધુ મસાલો તૈયાર થશે

રીત :

 • સૌપ્રથમ એક પેનમાં જીરું, મરી, તજ અને લવિંગ ધીમા તાપે શેકી લો. જ્યા સુધી એ બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકો, એ પછી મસાલો શેકાઈ જાય એટલે તેને ઠંડુ થવા દો. ઠંડુ થઇ ગયા બાદ આ શેકેલા મસાલાને મિક્સરમાં બરાબર ક્રશ કરો, અને ઝીણો પાવડર બનાવો.
 • પછી આ પાવડરને ચાળી લો અને મૂકી રાખો.
 • હવે એક પેનમાં મીઠું લઈને શેકો. પછી એક મોટા વાસણમાં તૈયાર કરેલો મસાલાનો પાવડર, સિંધવ મીઠું અને સંચળ લો અને બરાબર મિક્સ કરો. આમ કરવા માટે તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો.
 • તૈયાર છે તમારો છાશનો મસાલો. એક ગ્લાસ છાશમાં આ મસાલો અડધી ચમચી નાખો અને જો છાશનો સ્વાદ વધુ વધારવો હોય તો છાશમાં ફુદીનો અને કોથમીર પણ નાખી શકો છો.

મસાલાવાળી છાશના ફાયદા –

 • મસાલાવાળી છાશ મનુષ્યની પાચનક્રિયા સુધારે છે. મસાલાવાળી છાશ ગેસ કે એસીડીટીની સમસ્યામાં પણ રાહત આપે છે.
 • મસાલાને કારણે શરીરને ભોજનમાંથી વધુ પોષક તત્વો મળે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે.
 • બ્લડપ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ મસાલાવાળી છાશ ફાયદાકારક છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks