જેનું નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય એવા સૌને પ્રિય ચીઝ લાવા પકોડાની નોંધી લો રેસિપી, આજે જ બનાવો

0

ચીઝ લાવા પકોડા નામ સાંભળીને જ મોઢામા પાણી આવી જાય. નાના બાળકો તથા મોટાઓને અત્યંત પ્રિય આ ચીઝ પકોડા બનાવવાની વિધિ એકદમ સરળ અને 10 થી 15 જ મિનિટમા તૈયાર થઈ જાય તેવી વાનગી છે. તો ચાલો આપણે ફટાફટ બનાવવાની વિધિ જોઈ લઈએ.

સામગ્રી:

  • ૫-૭ નંગ મોઝરેલા ચીઝ
  • ૨૫૦ ગ્રામ બેસન
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧/૪ ચમચી સોડા
  • ૧/૨ ચમચી અજમો
  • ૧ ચમચી કસ્તુરી મેથી
  • ૩ થી ૪ ચમચી પીઝાનો મસાલો (જરૂર મુજબ)
  • ૧/૨ કપ ટામેટા નો સોસ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ

રીત:

સૌપ્રથમ એક વાડકામાં બેસન લો. તેમાં મીઠું, લાલ મરચું, ચપટી સોડા, અજમો અને કસ્તુરી મેથીનો ભૂકો નાખીને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લો.

ત્યારબાદ થોડું થોડું કરીને પાણી નાખો અને હલાવતા રહો જેનાથી એકસરખું મિશ્રણ તૈયાર થઈ જાય.હવે મોઝરેલા ચીઝનો એક ટુકડો લો અને તેને વચ્ચેથી કાપી લો. હવે બે ટુકડાની વચ્ચે પીઝાનો મસાલો લગાવો ટુકડાને બંધ કરી લો.ત્યારબાદ તેલને ગરમ કરવા મૂકો અને તૈયાર કરેલા ચીઝના ટુકડાને બનાવેલા બેસનના મિશ્રણમાં બોરીને તેલમા તરવા મટે મૂકો. (મધ્યમ આંચ પર તરવું)પકોડાનો કલર ગોલ્ડન થાય એટલે તેને બર કાઢી લો. તો તૈયાર છે ચીઝ લાવા પકોડા..હવે આ ચીઝ પકોડાને ટામેટાના સોસ સાથે ખાવાની મજા માણો.છેને એકદમ સરળ? તો મિત્રો આ ચીઝ લાવા પકોડા આજે જ તમારાં ઘરે બનાવો.અને હા તમને કેવા લાગ્યા એ જણાવવાનું ભુલતા નહીં.

Author: GujjuRocks Team (ખ્યાતિ પટેલ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here