ચણાની દાળનું ટેસ્ટી શાક બનાવવાની રેસિપી નોંધી લો અને આજે જ બનાવજો

0

આપણે દાળ તો રોજ ખાતા હોઇશુ અને જુદા-જુદા પ્રકારની દાળ ખાધી જ હશે. અને આપણા રસોડામાં પણ આ બધી જ દાળ હાજર હોય છે. સામાન્ય રીતે આ બધી જ દાળ ટેસ્ટી લાગતી હોય છે પરંતુ મોટાભાગે લોકોને ચણાની દાળ સૌથી વધુ ભાવતી હોય છે. આજે અમે તમારા માટે તમારી ફેવરેટ ચણાની દાળની રેસિપી લઈને આવ્યા છીએ, તો નોંધી લો રેસિપી અને આજે જ બનાવજો…

ચણાની દાળ નું શાક બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • ચણા ની દાળ 1 કપ
  • તેલ 2 મોટી ચમચી
  • ઝીરું 1 ચમચી
  • હિંગ ચપટી
  • સુકા લાલ મરચા 2 નંગ
  • લીલા મરચા 2 નંગ
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ડુંગળી 1નંગ
  • ટામેટું 1 નંગ
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા ઝીરું 1 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • ધાણા ગરણીસિંગ માટે

રીત

સૌપ્રથમ દાળ ને ધોઈ ને બાફી લો દાળ બફાય જાય એટલે એક પેન લઇ લો એમાં તેલ ગરમ મૂકી વઘાર કારી લો એમાં ઝીરું હિંગ આદુ લસણ ની પેસ્ટ લીલા સુકા મરચા મસાલા અને ડુંગળી એડ કરી બરોબર સેકી લો મિક્સ કરી લો પછી એમાં ટામેટા એડ કરી ફરી મિક્સ કરી લો બાફેલી દાળ એડ કરી મિક્સ કરી લો અને મીઠુ અને ગરમ મસાલો એડ કરી લો મિક્સ કરી જરૂર લાગે તો પાણી એડ કરી થવા દો મીઠુ બાફતી વખતે પણ એડ કર્યું તુ એ મુજબ એડ કરવું પછી ધાણા થી ગાર્નીસ કરી ને સર્વ કરો દાળ તમાર ભાત સાથે રોટલી સાથે રોટલા સાથે ખાવાની ખુબજ મજા આવશે જરૂર થી બનાવો જણાવો રેસીપી કેવી લાગી

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here