વેકેશન સ્પેશિયલ રેસિપી: ઝડપી અને સરળતાથી બને છે, બ્રેડ પિઝ્ઝા, નોંધો લો રેસિપી

0

વેકેશન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. ત્યારે હવે બાળકો રોજ રોજ કોઈ નવી વાનગી ખાવાની ડિમાન્ડ કરશે. એમાં પણ પિઝ્ઝા તો બાળકોને ખૂબ જ ભાવતા હશે, પણ રોજ રોજ પિઝ્ઝા બનાવવા આસાન નથી હોતા. સમય પણ લાગે છે પિઝ્ઝા બનાવવા માટે. ત્યારે આજે આપણે જોઈશું બ્રેડ પિઝ્ઝા બનાવવાની રેસિપી, જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી ઘરે જલ્દી અને ઓછા સમયમાં પિઝ્ઝા બનાવી શકો છો.

બ્રેડ પિઝા બનાવા માટે આપડે જોઇશ:

સામગ્રી

  • બ્રેડ 2/3 નંગ
  • મોઝરેલા ચીઝ 2નાના ક્યુબ
  • કેપ્સિકમ 3 ચમચી
  • ડુંગળી 3 ચમચી
  • ટામેટા 3 ચમચી
  • બ્લેક ઓલિવ 3 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • ટમેટા કેચપ 2 ચમચી
  • બટર 1 ચમચી

રીત:

સૌપ્રથમ ટામેટા કેચપમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી મિક્સ કરી લો.પછી બ્રેડ પર એ કેચપ લગાવી દો અને એના ઉપર ચિઝ એડ કરો.

પછી કેપ્સિકમ ટામેટા ડુંગળી ઓલિવ એડ કરો પછી ફરી ચિઝ એડ કરો.પછી એક પેન ગરમ કરવા મુકો એમાં બટર એડ કરો.

પછી ગરમ થઈ જાય એટલે બ્રેડ મુકો જે તૈયાર કરી છે.એ પછી એને ઢાંકી દો 5 મિનિટ સુધી પછી ચિઝ મેલ્ટ થઈ જાય એટલે એના ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ ભભરાવી દો અને સર્વ કરો.તમારા બાળકોને ખુબજ ભાવશે કેમ કે બાળકોને પિઝા તો બઉજ ભાવે એટલે અ પણ બનાવજો બ્રેડ પિઝા એમને જરૂરથી ભાવશે.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author:  Gujarati Kitchen – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here