રસોઈ

શું તમે બ્રેડમાંથી ગુલાબ જાંબુ બનાવ્યા છે? જોઈ લો રેસીપી અને બનાવો બ્રેડના ગુલાબજાંબુ

કઈંક ગળ્યું ખાવું હોય અને એમાં પણ જો ગુલાબ જાંબુ મળી જાય તો મજા જ આવી જાય. ગુલાબ જાંબુ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવા દેશોમાં એક લોકપ્રિય મીઠાઈ છે. જયારે ઘી માં ટળાયેલા ગરમગરમ ગુલાબ જાંબુને મીઠી મીઠી ચાસણીમાં નાખીને પછી પીરસવામાં આવે ત્યારે આ ગુલાબ જાંબુ ખાવાની મજા જ કઈંક જુદી હોય છે. આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે લઈને આવ્યા છીએ બ્રેડમાંથી ગુલાબ જાંબુ બનાવવાની રેસિપી –

સામગ્રી –

  • બ્રેડ 8-10 નંગ
  • દૂધ 3/4 કપ
  • ખાંડ 1 કપ
  • એલચી પાવડર 1/2 ચમચી ચાસણી માટે
  • પાણી 3/4 કપ
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ બ્રેડ લઇ લો અને અને એની કિનારી કટ કરી લો અને મિક્સર માં ક્રશ કરી લો પછી દૂધ અને બ્રેડ ક્રમ લઇ ને લોટ બાંધી લો બઉ કઠણ ના કરતા થોડો ઢીલો રાખજો પછી એને રેસ્ટ આપી દો ત્યાં સુધી ચાસણી બનાવી લો એના માટે 1 કપ ખાંડ 3/4 કપ પાણી લઇ લો અને ચાસણી બનાવી લો પછી એના માટે પાણી લઇ લો અને ખાંડ એડ કરી એક ઉભરો આવે એટલે તૈયાર થઈ જશે ગુલાબ જાંબુ ના લોટ ને લઇ લો અને હાથ માં ઘી લગાવી દો ane ગોળ ગોળ વાળી લો અને કઈ પણ જગ્યા ક્રેક ના રેવી જોઈએ નઈ તો તળતી વખતે તૂટી જશે એટલે ધ્યાન રાખજો તળી લો પછી એને ચાસણી માં એડ કરો પછી બરોબર ચાસણી માં ડૂબી જાયઃ પછી એને સર્વ કરો તો તૈયાર છે બ્રેડ માં થી બનતા ગુલાબ જાંબુ છે ને એક નવી રેસીપી બનાવાનું ના ભૂલતા જરૂર થી બનાવજો કેવી લાગી જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks