બૂંદીના લાડુ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ મીઠાઈ છે. બૂંદીના લાડુ એક એવી મિઠાઈ છે કે જે બધાને જ ભાવતી હોય છે. પૂજા કે બીજા કોઈ પર્વ પર આ જરૂર બને છે. બૂંદીના લાડુની એક ખાસ વિશેષતા એ છે કે તમે જયારે ઈચ્છો ત્યારે આને બનાવી શકો છો. બૂંદીના લાડુ બધે જ પ્રસિદ્ધ છે. પૂજા કે મંદિરમાં આ મોટા ભાગે પ્રસાદ તરીકે મળે છે અને લોકો સ્વાદ લઈને આનું સેવન કરે છે. એમ તો બૂંદીના લાડુ બજારમાં મળી જાય છે, પણ જો તમે ઈચ્છો તો આ ઘરે આસાનીથી બનાવી પણ શકો છો. આને બનાવવામાં વધુ સમય નથી લાગતો. આને બનાવવા માટેની બધી જ સામગ્રી પણ આસાનીથી મળી જાય છે. ત્યારે આજે જાણીએ કે કઈ રીતે બને છે બૂંદીના લાડુ –
બુંદીના લાડુ બનાવવા માટે જોઈશે –
સામગ્રી –
- બેસન 1/2 કપ 200 ગ્રામ
- રવો 2 ચમચી
- પાણી 1 કપ
- ફૂડ કલર 1/4 ચમચી
- બેકિંગ સોડા ચપટી
ચાસણી બનાવવા માટે
- ખાંડ 1 કપ
- પાણી 1/2 કપ
- કેસર 1/2 ચમચી
રીત
સૌપ્રથમ એક બૉઉલમાં બેસન એડ કરી એમાં રવો એડ કરો અને મિક્સ કરી લો પછી એમાં ફૂડ કલર એડ કરો અને પછી બેકિંગ સોડા મિક્સ કરી પાણી એડ કરો
અને વધુ પાતળું ના થઈ એનું ધ્યાન રાખજો પછી એને ઢાંકી દો અને ચાસણી બનાવી લો
એમાં કોઈ તાર નથી બનાવવાના ખાંડ ઓગળી જાય એટલે એને ચેક કરવા માટે ચાસણીને એક કપમાં લો
અને ઠંડી પડે એટલે એ હલે છે કે નહિ એ જોવું જો ના હલે તો સમજી જવું કે થઇ ગઈ છે
પછી તેલ ગરમ કરવા મુકો અને ઝારાની મદદથી બુંદી પાડીને તળી લો
બુંદી તળાય જાય એટલે એને ચાસણીમાં નાખીને મિક્સ કરી લો
અને પછી થોડી વાર ઢાંકી દો અને પછી લાડુ વાળી લો આ રેસીપી જરૂરથી બનાવજો
બુંદીના લાડુ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks