રસોઈ

હેલ્ધી અને ટેસ્ટી બીટનો હલવો, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી, બનાવજો આજે જ…

હાઇ ફે્ન્ડસ,કેમ છો?

તમે બધા ગાજરનો, દૂધીનો હલવો બનાવતા જ હશો પણ આજે હું તમારા માટે હલવાની યુનિક અને હેલ્ધી રેસીપી લઈને આવી છુ અને તમારામાંથી ઘણાની ફરીયાદ હશે કે કિડ્સ બીટ નથી ખાતા એનુ પણ સોલ્યુશન મારી આ રેસીપીમાં જ છે. તો આજે જ બનાવો તમારા કિચનમાં.સામગ્રી:

  • બીટ-1 કિલો
  • મિલ્ક-1 લિટર
  • ખાંડ-450 ગા્મ
  • ઘી-2 ટેબલ સ્પૂન
  • ઈલાયચી પાઉડર-2 ટી સ્પૂન
  • ડ્રાયફ્રૂટ્સ – ગાર્નિશિંગ માટે

રીત: બીટને ધોઇને છાલ ઉતારીને છીણી લો.

પેનમાં ઘી ગરમ થાય એટલે છીણેલુ બીટ ઉમેરીને 2 મિનિટ સાંતડી લો.

તેમાં દૂધ ઉમેરીને મિડિયમ આંચ પર થવા દો.

દૂધ બડવા આવે એટલે ખાંડ ઉમેરીને ખાંડનું પાણી બડી જાય અને ઘી છૂટે ત્યાં સુધી થવા દો.મિડિયમ આંચ રાખવી જેથી પેનમાં ચોંટે નહીં.

થઈ જાય એટલે ઈલાયચી પાઉડર ઉમેરીને કાજુ, બદામ, દ્રાક્ષથી ગાર્નિશ કરીને સર્વ કરો.

તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી બીટનો હલવો.કમેન્ટસમાં જણીવજો કે રેસીપી કેવી લાગી.

Author: Bhumika Dave GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks