એક નવા સ્વાદમાં બનાવો ભરેલા મરચાનાં ભજીયા, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો

0

વરસાદની ઋતુમાં ગરમા-ગરમ મરચાના ભજીયા ખાવાની મજા જ કઈંક જુદી આવે છે. આ સ્વાદિષ્ટ નાસ્તો ભારતના જુદા-જુદા ભાગમાં જુદી-જુદી રીતે બનાવવામાં આવે છે. આ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જેને ચાની સાથે ખાવાની પણ મજા આવે છે. એના માટે ખાસ મરચાની અંદર, એક જુદા પ્રકારનો સ્વાદિષ્ટ મસાલો ભરવામાં આવે છે અને પછી તેને બેસનના ખીરામાં બોળીને ભજીયા બનાવવામાં આવે છે. હેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે લઇને આવી છું વરસાદની સીઝનમાં મોજ માણી શકાય એવી રેસિપી ગરમા-ગરમ મરચાના ભજીયા

સામગ્રી

  • લીલા મરચા 150 ગ્રામ
  • બેસન 1/2 કપ
  • હળદર 1/4 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • મીઠુ 1/2 ચમચી
  • અજમો 1/4 ચમચી
  • પાણી 1/2 કપ
  • લીંબુ નો રસ 2 ચમચી
  • બેકિંગ સોડા 1/4 ચમચી
  • તેલ 1 ચમચી
  • મિક્સ ફરસાણ 1 બૉઉલ
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ લીલા મોટા મરચાને ધોઈ લો પછી એને ચીરીને બીયા કાઢી લો પછી મિક્સ તીખું ફરસાણ લઇ લો પછી એને મિક્સરમાં પીસી લો એમાં લીંબુનો રસ એડ કરી થોડું તેલ એડ કરી મિક્સ કરી લો પછી એને મરચામાં ભરી લો બધા મરચા ભરાય જાય એટલે એક બાઉલ લઇ લો પછી એમાં બેસન એડ કરી એમાં લાલ મરચું હળદર મીઠુ અજમો એડ કરી મિક્સ કરી લો પછી એમાં લીંબુનો રસ એડ કરો અને બેકિંગ સોડા અને મિક્સ કરી ખીરું બનાવી લો પછી મરચાને ખીરામાં ડીપ કરીને તેલમાં તળી લો થોડા લાલ પડે એટલે કાઢી લો તૈયાર છે મરચાના ભરેલા ભજીયા વરસાદ પડે એટલે બનાવજો ગરમ ગરમ ભજીયા અને વરસાદની મોજ માણજો રેસીપી કેવી લાગી અમને જણાવજો

ભરેલા મરચાનાં ભજીયા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here